નવી દિલ્હી: એચડીએફસી બેંકએ આજે આગામી 6 મહિનાના સમયગાળામાં 1,000 ગ્રામીણ લોન મેળા યોજવાના પોતાના આયોજનની જાહેરાત કરી હતી. આ ગ્રામીણ લોન મેળા સમગ્ર ભારતમાં 300થી વધુ જિલ્લામાં યોજાશે અને લગભગ 6,000થી વધુ ગામને આવરી લેશે. ગ્રામીણ લોન મેળા, પરંપરાગત ગ્રામ્ય મેળાઓની જેમ જ આસપાસના 5-6 ગામડાંના લોકો માટે બેંકના ઉત્પાદનોની સમગ્ર રેન્જને પ્રાપ્ત કરવા માટેની વન-સ્ટોપ શોપ બની રહેશે. સ્થાનિકો ટ્રેક્ટર માટે લોન, ઓટો લોન, ટુ-વ્હિલર લોન, કૃષિ લોન, વ્યાવસાયિક વાહનો માટેની લોન મેળવી શકશે તથા ચાલુ કે બચત ખાતું પણ ખોલાવી શકશે. તેઓ નો એક્સ્ટ્રા કોસ્ટ ઇએમઆઈ પર કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન પણ મેળવી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી બેંક નાના વેપારીઓ અને દુકાનદારોને બિઝનેસ લોન અને ઇમર્જિંગ એન્ટરપ્રાઇઝ લોન પણ પૂરી પાડશે. આથી વિશેષ, સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ (એચએચજી) બેંકના સસ્ટેનેબલ લાઇવલિહૂડ ઇનિશિયેટિવ (એસએલઆઈ) મારફતે ધિરાણ પણ પ્રાપ્ત કરી શકશે.


ગ્રામીણ લોન મેળા સ્થાનિકોને બેંકિંગ સેવાઓ અંગે શિક્ષિત કરવાના એક મંચ તરીકે પણ કામ કરશે. મિસ્ડ કોલ બેંકિંગ જેવી સેવાઓ કે જેના મારફતે ગ્રાહકો ટૉલ ફ્રી નંબર ડાયલ કરીને ખાતાનું બેલેન્સ ચેક કરવું, ચેક બુકનો ઓર્ડર આપવો વગેરે જેવી બેંકની મૂળભૂત કામગીરીઓ કરી શકે છે, તેને આ મેળાઓમાં પ્રદર્શિત પણ કરવામાં આવશે.


એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગના કન્ટ્રી હેડ અરવિંદ વ્હોરાએ જણાવ્યું હતું કે, ‘અમે બેંકની પ્રોડક્ટ્સને દરેક ભારતીયના ઘરના આંગણા સુધી લઈ જવા માંગીએ છીએ. ગ્રામીણ લોન મેળા એચડીએફસી બેંકની સમગ્ર પ્રોડક્ટ રેન્જ અને સેવાઓને સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગ્રામ્ય ભારતમાં લઈ જવાનું શક્ય બનાવે છે. આ લોન મેળાઓને અમારી 5000થી વધુ શાખાઓના નેટવર્કનું સમર્થન પ્રાપ્ત થશે, જેમાંથી અડધા ઉપરાંતની શાખાઓ ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં આવેલી છે. અમારું માનવું છે કે, આ પ્રકારની પહેલ ગ્રામ્ય ભારતમાં વસતા ગ્રાહકોની બદલાતી જઈ રહેલી મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે, તેમના ઘરોમાં સમૃદ્ધિ લાવશે અને ગ્રામ્ય અર્થતંત્રને પ્રોત્સાહન આપશે.’


ગ્રામ્ય અને શહેરી ભારત વચ્ચેની ખાઈને દૂર કરવાનો બેંકનો આ વધુ એક પ્રયાસ છે. તેના ઓલ વિમેન સસ્ટેનેબલ લાઇવલિહૂડ ઇનિશિયેટિવ (એસએલઆઈ) મારફતે તેણે પહેલેથી જ 96.7 લાખ મહિલાને ગરીબીમાંથી બહાર નીકળવા માટે સક્ષમ બનાવી દીધી છે, જેમાં પહેલાં તેમનું કૌશલ્યનિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ધિરાણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પોતાની બેંકિંગ સેવાઓને ભારતના ખૂણેખૂણા સુધી લઈ જવા માટે તે સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસિઝ ઇન્ડિયા લિ. સાથેની તેની સહભાગીદારી મારફતે પોતાના વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર્સ (વીએલઈ)ની ક્ષમતાઓનો લાભ ઉઠાવી રહી છે.