મુંબઈ: દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક, એચડીએફસી બેંક (HDFC Bank) ના સંગઠનમાં વ્યાપક ફેરફાર થશે. તેનાથી બેંકનું સ્વાસ્થ્ય તો સુધરશે, ગ્રાહકોને પણ ફાયદો થશે. એચડીએફસી બેંકના એમડી સીઈઓ શશી જગદીશ અને એમડી (MD & CEO) બન્યાના સાત મહિના બાદ તેમણે વ્યાપક સંગઠનાત્મ ફેરફારોની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસીએ આજે તેના વિકાસના આગામી તબક્કાને વેગવંતો બનાવવા માટે ‘પ્રોજેક્ટ ફ્યુચર - રેડી’ હેઠળ સંગઠનાત્મક ફેરફારોની જાહેરાત કરી હતી.


એચડીએફસી બેંકના એમડી સીઈઓ શશી જગદીશને જણાવ્યું હતું કે, ‘અમે આગામી સમયમાં આવનારી તકો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા માટે ટેકનોલોજી અને ડિજિટલ રૂપાંતરણથી સમર્થિત હોય તેવી ટોચની પ્રતિભાઓની મદદથી વિકાસના એન્જિનનું નિર્માણ કરી રહ્યાં છીએ. તેઓ અમારી માઇન્ડ ફ્યુચર - રેડી ટીમ્સમાં છે. અમને ખાતરી છે કે, આ માળખું સમગ્ર ઇન્ડિયા અને ભારત, રીટેઇલ, કૉમર્શિયલ (એમએસએમઈ) અને કૉર્પોરેટ સેગમેન્ટ્સમાં રહેલા અમારા ગ્રાહકોને સેવા પૂરી પાડવા માટે જરૂરી વ્યૂહરચના અને અમલીકરણમાં સ્ફૂર્તિ લાવશે.’


બેંક તેના બિઝનેસ વર્ટિકલ્સ પરના પ્રયાસોને ફરીથી બમણાં જોરે આદરશે, જેમાં કૉર્પોરેટ બેંકિંગ, રીટેઇલ બેંકિંગ, પ્રાઇવેટ બેંકિંગ, સરકારી અને સંસ્થાગત બેંકિંગ, રીટેઇલ એસેટ્સ અને પેમેન્ટ્સનો સમાવેશ થાય છે. વધુમાં, બેંક ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતાં કૉમર્શિયલ બેંકિંગ (એમએસએમઈ વર્ટિકલ) પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેના કારણે બેંક તેની પ્રોડક્ટ્સ અને ડિજિટલ ક્ષમતાને ભારત અને ઇન્ડિયાના સમગ્ર કૉમર્શિયલ બેંકિંગ (એમએસએમઈ સમુદાય)માં વધુ સાકલ્યવાદી અને કેન્દ્રીત રીતે લાવી શકશે.


બેંક ચાર વ્યાપક ડીલિવરી ચેનલો ધરાવે છે; બ્રાન્ચ બેંકિંગ, ટેલિ-સર્વિસ-સેલ્સ (વર્ચ્યુઅલ રીલેશનશિપ મેનેજર ચેનલ સહિત), બિઝનેસ વર્ટિકલ્સ સાથે સંરેખિત થયેલી સેલ્સ ચેનલો અને ડિજિટલ માર્કેટિંગ. આ ચેનલો અર્ધ-શહેરી અને ગ્રામ્ય સ્થળો સહિત સમગ્ર દેશને આવરી લે છે. ગ્રાહકોના અનુભવને સુધારવાના પ્રયાસોના ભાગરૂપે બેંક આ ચેનલોમાં રોકાણ કરવાનું ચાલું રાખશે.


એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કૈઝાદ ભરૂચા કૉર્પોરેટ બેંકિંગ ગ્રૂપ, કેપિટલ અને કૉમોડિટીઝ માર્કેટના ગ્રૂપ તથા નાણાકીય સંસ્થાઓ સહિત હૉલસેલ બેંકનું નેતૃત્ત્વ કરવાનું ચાલું રાખશે. તથા રાહુલ શ્યામ શુક્લાને હવે ભારત અને બેંક બંને માટે ભવિષ્યના વિકાસના મોટા એન્જિન ગણાતા કૉમર્શિયલ બેંકિંગ (એમએસએમઈ) અને રુરલ વર્ટિકલની આગેવાની કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.


રીટેઇલ એસેટ્સ અને એસએલઆઈના ગ્રૂપ હેડ શ્રી અરવિંદ કપિલ રીટેઇલ એસેટ પોર્ટફોલિયો સંભાળવાનું ચાલું રાખશે. અમારું માનવું છે કે, દેશમાં આવી રહેલા ધિરાણના સંદર્ભમાં રીટેઇલ એસેટ્સમાં વિકાસની વિપુલ સંભાવના છે.


ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને પ્રાઇવેટ બેંકિંગના ગ્રૂપ હેડ શ્રી રાકેશ સિંહ પર માર્કેટિંગ, રીટેઇલ લાયેબિલિટી પ્રોડેક્ટ્સ અને મેનેજ્ડ પ્રોગ્રામ્સની પણ જવાબદારી રહેશે.


સીએમઓ રવિ સંથાનમ પર હવે એક સ્વચાલિત ચેનલ તરીકે ડિજિટલ માર્કેટને આગળ વધારવાની જવાબદારી રહેશે. આ ઉપરાંત, તેમને રીટેઇલ લાયેબિલિટી પ્રોડક્ટ્સ અને મેનેજ્ડ પ્રોગ્રામ્સની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવશે.


એનઆરઆઈના ગ્રૂપ હેડ સંપથ કુમારને હવે બેંકની વીઆરએમ ડીલિવરી ચેનલ સહિત તમામ ટેલિ-સર્વિસ રીલેશનશિપનો હવાલો સોંપવામાં આવશે. અહીં આશય ગ્રાહકોને વિભિન્ન પ્રકારના અનુભવો પૂરાં પાડવા માટે મનુષ્યસ્પર્શ અને ડિજિટલની શક્તિનું સંયોજન સાધવાનો છે.


પેમેન્ટ્સ બિઝનેસના ગ્રૂપ હેડ પરાગ રાવ હવે ટેકનોલોજીના રૂપાંતરણ અને ડિજિટલ એજન્ડાની કામગીરી સંભાળશે. તેઓ પેમેન્ટ્સ વર્ટિકલની જવાબદારી સંભાળવાનું પણ ચાલું રાખશે. ચીફ ઇન્ફોર્મેશન ઑફિસર રમેશ લક્ષ્મીનારાયણન અને ચીફ ડિજિટલ ઑફિસર અંજની રાઠોડ પરાગને રીપોર્ટ કરશે. ટ્રેઝરી અને જીઆઇબીના ગ્રૂપ હેડ આશિષ પાર્થસારથી ટેલિ-સર્વિસ / સેલ્સ / રીલેશનશિપ ચેનલનું પણ નેતૃત્ત્વ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube