દિલ્હીના લોકોને ટૂંક સમયમાં HDFC બેંકની કેજી માર્ગ સ્થિત શાખા પહોંચશે તો ઇરા (ઇંટરેક્ટિવ રોબોટિક આસિસ્ટંટ) તેમનું સ્વાગત કરશે અને તેમને તેમની બેંકિંગ જરૂરિયાતો વિશે પૂછીને તેમની સમસ્યાનું સમાધાન કરશે. કોઇને એફડીના એટ જાણવા હોય અથવા કોઇ લોન પર વ્યાજ દર જાણવા હોય તો ઇરા બધુ જણાવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાણકારી એચડીએચસી બેંક દ્વારા દિલ્હીના કેજી માર્ગ સ્થિત બ્રાંચમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નવા ડિજિટલ બેંકિંગ એપની લોંચિંગના અવસર પર એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બેંક આધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ કરી સામાન્ય લોકોને સારી અને સરળ રીતે સેવા આપવાનું કામ કરી રહી છે. એવામાં બેંક દ્વારા રોબોટ ઇરા વડે પણ લોકોને બેંકિંગ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

HDFC બેંકે લોન્ચ કરી મોબાઈલ બેન્કિંગ એપ, સિક્યોર અને ઝક્કાસ છે ફિચર્સ


ઇરા કરશે ગ્રાહકોની મદદ
દેશમાં પ્રથમવાર HDFC બેંકે જ બેંકિંગ માટે રોબોટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તેનું નામ ઇરા રાખવામાં આવ્યું છે. બેંક દ્વારા હાલ બેંગ્લોરની એક શાખામાં આ રોબોટનો ઉપયોગ ગત થોડા સમયથી કરવામાં આવી રહ્યો છે. આ રોબોટ શાખામાં આવનાર ગ્રાહકોનું સ્વાગત કરે છે સાથે જ ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો અનુસાર તે કાઉંટર સુધી પહોંચાડે છે.

ગજબનો છે આ બેંકનો આઇડિયા, પગપાળા ચાલનારા સેવિંગ એકાઉંટ પર મળે છે 21%નું વ્યાજ

બેંકના વરિષ્ઠ અધિકારીઓના અનુસાર ઇરાની સામે લાગેલી સ્ક્રીન દ્વારા ગ્રાહકોને એફડી રેટ, લોન પર વ્યાજ દર તથા અન્ય જાણકારીઓ આપવાની યોજના પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. બેંકના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર દિલ્હીમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ઇરાનું મેપિંગ કરવામાં આવશે. ત્યારબાદ તેને દિલ્હીની શાખામાં રાખવામાં આવશે.

1 જાન્યુઆરીથી 22 હજારથી 5 લાખ સુધી મોંઘી થશે કાર, જાણો કારણ


ઇરા હવે આધુનિક ફિચર્સ સાથે
એચડીએફસી બેંક દ્વારા ઇરા (ઇંટરેક્ટિવ રોબોટિક આસિસ્ટંટ) 2.0એ પોતાના ટેક્નોલોજી પાર્ટનર ઇનવેંટો માર્કેટ સ્પેસ અને સેંસીફોર્થ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. HDFC પહેલી એવી બેંક છે જે આ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવે છે. બેંક અત્યાર સુધી ઇરાના બે વર્જન બનાવી ચૂકી છે. પ્રથમ વર્જન IRA 1.0 હતું આ ફક્ત ગ્રાહકોને શાખામાં સ્વાગત કરતું હતું અને તેને કાઉંટર સુધી પહોંચાડતું હતું. પરંતુ તેને એડવાંસ વર્જન IRA 2.0 દ્વારા ગ્રાહકોને બેંકના વ્યાજ દર તથા અન્ય જાણકારીઓ વિશે પણ સરળતાથી જણાવી શકે છે. આ ઉપરાંત આ એડવાન્સ વર્જનમાં ઘણા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે.