HDFC બેંકના વાઇસ પ્રેસીડેન્ટ ગુમ, પોલીસે મિસિંગ કેસ દાખલ કર્યો
પોલીસે મુંબઇના એનએમજોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં સાંઘવીની ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ અપહરણનો મામલો હોય શકે છે
મુંબઇ: એચડીએફસી બેંકના વાઇસ પ્રેસીડેન્ટના શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયાના સમાચાર મળી રહ્યા છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર સિદ્ધાર્થ કિરન સાંઘવી (39) મુંબઇની કમલા મિલ્સ સ્થિત ઓફિસથી બુધવારના રોજ ગુમ છે. સાંઘવી માલાબાર હિલ વિસ્તારમાં તેમની પત્ની અને ચાર વર્ષીય બાળક સાથે રહે છે. બુધવારે તેઓ રાત્રે 8:30 વાગે ઓફિસથી ઘર જવા નિકળ્યો હતો. પરંતુ હજુ સુધી તે ઘરે પહોંચ્યો નથી. સાંઘવીની કાર ગુરૂવારે નવી મુંબઇમાંથી મળી આવી હતી. કારની સીટ પર લાહીના ડાઘ લાગેલા હતા.
પોલીસને અપહરણની શંકા
પોલીસે મુંબઇના એનએમજોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં સાંઘવીની ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ અપહરણનો મામલો હોય શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સિદ્ધાર્થ ઓફિસથી સાંજે 7:30 વાગે નિકળી જતો હોય છે. તે દિવસે પણ તે લગભગ આ જ સમયે નિકળ્યો હતો. જ્યાંથી કાર મળી આવી છે, ત્યાં સીસીટીવી નથી. જોકે, સિદ્ધાર્થ લોઅર પરેલ વિસ્તારમાં સ્થિત કમલામીલ કંપાઉન્ડથી નિકળ્યો હતો ત્યાંથી પણ તેની કાર CCTVમાં જોવા મળી ન હતી.
લાસ્ટ લોકેશન કમલામીલ કંપાઉન્ડ મળી
કારને હાલ એફએસએલમાં લઇ જવામાં આવી છે. મુંબઇ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ સિદ્ધાર્થની કોલ ડિટેલની તપાસ કરી રહી છે. ઓફિસથી નિકળ્યા પછીથી સિદ્ધાર્થનો મોબાઇલ ફોન બંધ છે. પોલીસને સિદ્ધાર્થની લાસ્ટ લોકેશન કમલામીલ કંપાઉન્ડ મળી છે. એવામાં પોલીસને આશા છે કે સિદ્ધાર્થ કોઇ પરિચિત શખ્સની સાથે ઓફિસથી નિકળ્યો છે અથવા રસ્તા કોઇની સાથે તેની મુલાકાત થઇ છે.
પોલીસે એવી પણ શંકા છે કે, સિદ્ધાર્થની સાથે કારમાં અન્ય કોઇ વ્યક્તિ હતો. સિદ્ધાર્થના પિતા સ્ટોક માર્કેટમાં કામ કરે છે. મુંબઇ પોલીસ સિદ્ધાર્થના ઓફિસના લોકો, મિત્રો અને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.