નવી દિલ્હી: Health Insurance: કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે તમારો હેલ્થ ઇંશ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ વધશે નહી. ઇંશ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ જનરલ ઇંશ્યોરન્સ કંપનીને સખત નિર્દેશ આપ્યા છે કે મહામારીના લીધે આ વર્ષે વિમા કંપનીઓ પ્રીમિયમ વધારશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નહી વધે હેલ્થ ઇંશ્યોરન્સનું પ્રીમિયમ? 
એટલે કે આ વર્ષે જો તમારી પોલિસીનું રીન્યુઅલ છે તો તમે નવી નવી પોલિસી ખરીદવા માંગો છો તો તમારા પર વધુ પ્રીમિયમનો બોજો નહી પડે. જોકે કોરોના મહામારીના લીધે હેલ્થ ઇંશ્યોરન્સ ક્લેમમાં જોરદાર વધારો થયો છે અને કંપની પર પ્રીમિયમ વધારવાનું પણ દબાણ છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે કેંદ્ર સરકાર અને IRDAI પ્રીમિયમ વધારવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે અને વિમા કંપનીને કહ્યું છે કે તે બીજા સેક્ટરની માફક નુકસાન ઉઠાવે અથવા પછી પોતાના ફાયદાના સેગમેંટ્સ વડે હેલ્થ ઇંશ્યોરન્સ નુક્સાનની ભરપાઇ કરે.  

Lockdown માં વધ્યું Sunny Leone નું વજન, જિપ બંધ કરવા મથામણ કરી રહ્યા છે 3-3 લોકો


હેલ્થ પ્રોડક્ટ ઓનલાઇન, ઓફલાઇન વેચવી જરૂરી રહેશે
આ ઉપરાંત કોરોના સાથે સંકળાયેલી પ્રોડક્ટસ પણ તમામ વિમા કંપનીઓને ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી વેચવી જરૂરી રહેશે, કારણ કે ઘણી કંપનીએ વધતા જતા ક્લેમના લીધે કોરોના પ્રોડક્ટનું ઓનલાઇન વેચાણ બંધ કરી દીધું છે અને પ્રોડક્ટસ વેચવામાં રસ દાખવી રહી નથી, પરંતુ હવે વિમા કંપનીઓને દરરોજ કોરોના પ્રોડક્ટ્સના વેચાણની જાણકારી રેગુલેટર IRDAI સાથે શેર કરવી પડશે.  

પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો રોટલી! જમવાનું બનાવતાં પહેલાં જોઇ લો આ વીડિયો


ઇંશ્યોરન્સ કંપનીના ક્લેમમાં પણ જોરદાર વધારો
કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતાં ઇંશ્યોરન્સ કંપનીના ક્લેમમમાં પણ જોરદાર વધારો થયો છે. દેશભરમાં કુલ કોવિડ ક્લેમ 25 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. માત્ર ગત 2 અઠવાડિયામાં ઇંશ્યોરન્સ ઇંડસ્ટ્રી પાસે 700 કરોડના ક્લેમ આવ્યા છે. અત્યાર સુધી સરેરાશ 1 લાખ 54 હજાર રૂપિયાના અને સરેરાશ ચૂકવણી 96,521 હજાર આવ્યા છે. દેશભરમાં આવેલા કોવિડ ક્લેમમાં દર્દીઓને સરેરાશ 68 ટકા જ છે અને બાકી 32 દર્દીઓને પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડે છે. 

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ


15 લાખથી વધુ કોવિડ ક્લેમ મળ્યા
General Insurance Council (GIC) ના આંકડા અનુસાર 20 મે સુધી વિમા કંપનીઓને 15.32 લાખ કોવિડ સાથે સંકળાયેલા ક્લેમ મળ્યા છે. જેની કુલ વેલ્યૂ 23,715 રૂપિયા છે. તેમાં 12.59 લાખ ક્લેમ્સ જેની વેલ્યૂ 12,133 કરોડ રૂપિયા છે, સેટલ થઇ ચૂક્યા છે. 1.13 લાખ દર્દીઓ જેમને ક્લેમ દાખલ કર્યા છે અત્યાર સુધી સારવાર કરાવી રહ્યા હતા, જ્યારે 22,461ના મોત થઇ ચૂક્યા હતા. બાકી 13.19 લાખ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા હતા. વિમા કંપનીઓનું કહેવું છે કે કોવિડના દર્દીઓના સરેરાશ ક્લેમ સાઇઝ 95,000 રૂપિયા સુધી ઘટી ગઇ છે, જ્યારે પહેલા આ 1.15 લાખ રૂપિયા હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube