N Chandrababu Naidu: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ચંદ્રબાબૂ નાયડૂનું ભાગ્ય એવું ચમકી ગયું કે તેમણે ન માત્ર રાજ્યની સત્તામાં વાપસી કરી પરંતુ કેન્દ્ર સરકારના કિંગમેકર બની ગયા. લોકસભા ચૂંટણીના પરિણામો બાદથી ચંદ્રબાબૂ નાયડૂ ચર્ચામાં બનેલા છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદથી નાયડૂ અને તેમના પરિવારની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. 12 દિવસમાં તેમના પરિવારની સંપત્તિ 1225 કરોડ રૂપિયા વધી ગઈ છે. ચોંકાવનારી વાત છે કે તેની પાછળ માત્ર એક શેરનો હાથ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સ્ટોકે કર્યાં માલામાલ
ટીડીપી પ્રમુખ ચંદ્રબાબૂ નાયડીને મળેલી જીતે એક કંપનીના શેરને રોકેટ બનાવી દીધા છે. નાયડૂ અને ટીડીપીની જીતના સમાચાર આવતા નાયડૂ પરિવાર દ્વારા સંચાલિત હેરિટેજ ફૂડ્સ ( Heritage Food Stock) ના શેર રોકેટ બની ગયા છે. સ્ટોકમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ શેર ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે. 10 જૂને હેરિટેજ ફૂડ્સનો શેર 100 ટકાની તેજીની સાથે 727.35 રૂપિયા પર પહોંચી ગયો છે. 12 દિવસમાં આ શેરનો ભાવ ડબલ થઈ ગયો છે. 23 મે 2024ના શેર 354.50 રૂપિયા પર બંધ થયો હતો. તો 10 જૂન 2024ના 727 રૂપિયાને પાર કરી ગયો છે. 5 દિવસમાં કંપનીના શેરમાં 70 ટકાની તેજી તો 12 દિવસમાં ડબલ થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ 8th Pay Commission આવવાથી કેટલો વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર! જાણો વિગત


ક્યારે થઈ કંપનીની શરૂઆત
હેરિટેજ ગ્રુપની સ્થાપના 1992માં ચંદ્રબાબૂ નાયડૂએ કરી હતી. આ કંપની ડેરી, રિટેલ અને એગ્રો સેગમેન્ટમાં કામ કરે છે. વર્ષ 1996માં કંપનીએ શેર બજારમાં એન્ટ્રી કરી હતી. એન ચંદ્રબાબૂ નાયડૂના પુત્ર નારા લોકેશ હેરિટેજ ફૂડ્સના પ્રમોટર્સમાં એક છે. કંપની દૂધ, દહીં, ઘી, પનીર, ફ્લેવર્ડ મિલ્ક જેવી પ્રોડક્ટ વેચે છે. કંપની દેશના 11 રાજ્યોમાં કારોબાર કરી રહી છે. 


6 દિવસમાં પૌત્ર પણ બની ગયો કરોડપતિ
હેરિટેજ ફૂડ્સની 35.7 ટકા ભાગીદારી નાયડૂ પરિવાર પાસે છે. આ કંપનીમાં ચંદ્રબાબૂ નાયડૂની પત્ની ભુવનેશ્વરી નારાની સૌથી વધુ 24.37 ટકા ભાગીદારી છે. પુત્ર નારા લોકેશની પાસે 10.82 ટકા ભાગીદારી છે. તો 0.06 ટકા ભાગીદારી તેમના 9 વર્ષના પૌત્ર દેવાંશની પાસે છે. દેવાંશની પાસે રહેલા શેરની વેલ્યૂએશન વધી 4.1 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તો પત્ની અને પુત્રની સંપત્તિ પણ 6 દિવસમાં ડબલ થઈ ગઈ છે. 23 મેએ આ બંનેની ભાગીદારીની વેલ્યૂ 1100 કરોડ હતી, જે 10 દિવસમાં વધી 2300 કરોડ રૂપિયા થઈ ગઈ છે. શેરમાં તેજીને કારણે હેરિટેજ ફૂડ્સનું માર્કેટ કેપ 3700 કરોડ રૂપિયા વધી 6136 કરોડ રૂપિયા થઈ ગયું છે.