SEBI ચીફ પર હિંડનબર્ગનો આરોપ માર્કેટ માટે ઝટકો, ઈન્વેસ્ટરો શું કરે? જાણો એક્સપર્ટની સલાહ
Hindenburg latest report: માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે દલાલ સ્ટ્રીટમાં પારદર્શિતા બજાર માટે ખુબ જરૂરી છે. માર્કેટ તેને નજીકથી જોઈ રહ્યું છે. માર્કેટ પર તેની અસર પણ થશે. ભલે બજારમાં ઘટાડો થાય કે નહીં તે અલગ વાત છે.
Hindenburg Report: હિંડનબર્ગના નવા રિપોર્ટમાં સેબી ચીફ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો બાદ શેર બજારમાં ફરી મોટો ભૂકંપ આવવાની આશંકા છે. તેવામાં શું ઈન્વેસ્ટરોએ દલાલ સ્ટ્રીટ પર બિકવાલી માટે તૈયાર રહેવું જોઈએ? આવો જાણીએ એક્સપર્ટનો મત...
અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ તરફથી SEBI ચીફ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપ પર માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે દલાલ સ્ટ્રીટમાં પારદર્શિતા બજાર માટે જરૂરી છે. ઝી બિઝનેસના મેનેજિંગ ડાયરેક્ટર અનિલ સિંઘવીનું કહેવું છે કે હિંડનબર્ગ તરફથી લગાવવામાં આવેલા આરોપ ક્યાંકને ક્યાંક બજાર માટે એક મોટો ઝટકો છે.
હિંડનબર્ગના આરોપો બાદ શેર બજાર પર કેવા પ્રકારની અસર?
માર્કેટ એક્સપર્ટ અને ઝી બિઝનેસના મેનેજિંગ ડાયરેક્ટર અનિલ સિંઘવીનું કહેવું છે કે શેર બજાર માટે આ ખુબ ગંભીર મામલો છે. સ્પષ્ટ બાદ છે કે બજારના પ્રત્યેક ભાગીદારોની તેના પર નજર છે. કારણ કે કાલે જ્યારે હિંડનબર્ગ તરફથી આ જાણકારી આપવામાં આવી કે તે મોટો ખુલાસો કરવાના છે. ત્યારથી અલગ-અલગ પ્રકારના અંદાજ લગાવવામાં આવી રહ્યાં હતા કે રિપોર્ટમાં કોનું નામ આવી શકે છે. લગભગ કોઈએ તે વિચાર્યું નહીં હોય કે હિંડનબર્ગનો નવો રિપોર્ટ અદાણી અને સેબી ચેરપર્સન વચ્ચે કનેક્શન લઈ આવશે.
આ પણ વાંચોઃ 6 મહિનામાં પૈસા ડબલ, હવે 1 શેર પર 3 ફ્રી શેર આપશે કંપની, જાણો રેકોર્ડ ડેટ
તેમણે આગળ કહ્યું કે તે વાત સ્પષ્ટ છે કે માર્કેટ તેના પર નજર રાખી રહ્યું છે. માર્કેટ પર તેની અસર પણ થશે. હવે બજાર નીચે જાય કે નહીં તે અલગ વાત છે. પરંતુ કાલે અદાણી ગ્રુપના શેરમાં મોટી અસર જોવા મળી શકે છે.
SEBI ચીફ હવે શું કરશે?
અનિલ સિંઘવી કહે છે કે જ્યારે તપાસ થશે તો દરેક પાસાં પર ચર્ચા કરવામાં આવશે અને દરેક એન્ગલની તપાસ થશે. તપાસના અવકાશમાં સેબી ચીફની નિમણૂક અને હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓનો પણ સમાવેશ થાય છે. તેવામાં એક મુશ્કેલ નિર્ણય છે. તે નિર્ણય તો સેબી ચીફે ખુદ લેવો જોઈએ કે શું તેમણે આ પદ પર રહેવું જોઈએ અને તપાસ થવી જોઈએ કે પદ છોડી તપાસ કરાવવી જોઈએ. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેનું સત્ય સામે આવવું જોઈએ.