નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) એ બધી બેંકોને દરેક પ્રકારની (Home, auto loans) રેપો રેટ સાથે જોડાવવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ 1 ઓક્ટોબરથી બધા ફ્લોટિંગ હોમ લોન, ઓટો લોન, પર્સનલ અને નાના ઉદ્યોગ માટે લેવામાં આવતી લોન ટ્રાંસપરેંટ થઇ જશે. બેંકોમાં એક્સટર્નલ બેંચમાર્કના નિયમ લાગૂ થતાં રિઝર્વ બેંકના દરમાં ઘટાડા સાથે તાત્કાલિક તેનો ફાયદો ગ્રાહકોને મળવાનું શરૂ થઇ જશે. જોકે તેનાથી વ્યાજ દરમાં વધારાની અસર પર તાત્કાલિક થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર ત્રણ મહિને એક્સટર્નલ બેંચમાર્કને રી-સેટ કરવું જરૂરી
રિઝર્વ બેંકે નોટિફિકેશન ઇશ્યૂ કરી 1 ઓક્ટોબરથી તેને બધી બેંકો માટે લાગૂ કરવું ફરજિયાત કરી દીધું છે. અત્યાર સુધી મોટાભાગની સરકારી બેંકો જ એક્સટર્નલ બેંચમાર્કના આધારે લોન આપી રહ્યા હતા. એક્સટર્નલ બેંચમાર્ક રિઝર્વ બેંક દ્વારા નક્કી રેપો રેટ અથવા પછી 3 મહિના અથવા 6 મહિનાનું ટ્રેજરી બિલ હશે. બેંકોને છૂટ મળશે કે તે બેંચમાર્કની ઉપર જેટલી ઇચ્છો એટલી સ્પ્રેડ અથવા એક રીતે કહીએ તો માર્જિન છોડી શકો છો. એમપણ કહેવામાં આવ્યું છે કે બેંકોને દર ત્રણ મહિને એક્સટર્નલ બેંકમાર્કને રી-સેટ કરવું પડશે. એટલે રિવ્યૂ કરવો પડશે.


અમરાઇવાડીમાં ધરાશાયી થયેલા સૈકા જૂના આ બંગલાથી આ ચાલીનું નામ પડ્યું હતું


ગ્રાહકો માટે સ્વિચઓવર કરવાની પણ સુવિધા
એવા ગ્રાહકો જે MCLR અતહ્વા જૂના બેસ રેટવાળા સિસ્ટમ પર છે. જો તમે તમારી હાલની લોનનું પ્રી-પેમેંટ કરી નવા બેંચમાર્કવાળા લોનમાં સ્વિચઓવર કરવા માંગો છો. તો બેંક તેમને તેના માટે કોઇ મોટી ફી નહી લાગે. અને કોઇપણ સંજોગોમાં તેમની પાસે નવા બેંચમાર્કવાળા રેટથી વધુ વ્યાજ લેવામાં નહી આવે. બેંક તેના આધારનો વિરોધ કરી રહ્યા હતા કારણ કે ગ્રાહકોની ઇએમઆઇમાં ઘણા ઉતાર ચઢાવ હશે. સાથે અસેટ લાઇબિલિટીમાં પણ મિસમૈચ આવશે. જોકે રિઝર્વ બેંકે આ દલીલને નજરઅંદાજ કરતાં તેને એક ઓક્ટોબરથી ફરજિયાત કરી દીધું છે.


લેટેસ્ટ ન્યૂઝ જુઓ LIVE