હોમ ઇન્શ્યોરન્સને હળવાશ લેશો નહી, મુસીબતમાં કરે છે તમારા ઘરની સુરક્ષા
હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) હેઠળ ઘરમાં થયેલી ચોરી, આતંકવાદી હુમલો, ઘરમાં આગ લાગવી, ભૂકંપ આવવો અથવા બીજા કારનોથી ઘરમાં થયેલા આર્થિક નુકસાનને કવર કરે છે.
નવી દિલ્હી: પોતાની મહેનતની કમાણીથી ઘર બનાવો છો. તેમાં જરૂરી સામાન રાખો છે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને મજબૂત લોકિંગ સિસ્ટમ પણ લગાવો છો. પરંતુ અમે સુરક્ષા સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓને નજરઅંદાજ કરીએ છીએ. તે હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) છે. આપણે હોમ લોન તો ચૂકવીએ છીએ પરંતુ હોમ ઇન્શ્યોરન્સ (Home insurance)ને ટાળીએ છે. તમને જણાવી દઇએ કે હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) ભવિષ્યમાં આવનાર ઓચિંતી મુશ્કેલીઓમાં ઘરના નુકસાન અને ઘરમાં રાખેલા સામાનના નુકસાનું ભરપાઇ કરે છે.
શું હોય છે કવર
દરેક તે માણસ હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) લઇ શકે છે જે કોઇ પ્રોપર્ટીનો ઓફિશિયલ માલિક હોય અથવા તે ઘરમાં ભાડુઆત તરીકે રહેતો હોય. હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) હેઠળ ઘરમાં થયેલી ચોરી, આતંકવાદી હુમલો, ઘરમાં આગ લાગવી, ભૂકંપ આવવો અથવા બીજા કારનોથી ઘરમાં થયેલા આર્થિક નુકસાનને કવર કરે છે.
કેવી રીતે નક્કી થાય છે તમને કેટલી હોમ લોન મળશે, આ છે બેંકોના ફોર્મૂલા
કયો હોમ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ, સમજો
હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) બે પ્રકારના હોય છે. એક ઘરના સ્ટ્રક્ચરનો અને બીજો ઘરમાં રાખેલા સામાનનો. જો તમે ભાડુઆત છો તો તમે ઘરના સામાનને કવર કરનાર પોલિસી લઇ શકો છો.
આ વાતનું રાખો ધ્યાન
જ્યારે તમે હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) લો છો તો એ વાતનું ધ્યાન રાખો કે તેમાં શું-શું કવર થઇ રહ્યું છે અને શું નહી. કેટલીક વિમા કંપનીઓ કુદરતી આફતોમાં થયેલા નુકસાનને કવર કરે છે તો કેટલીક કરતી નથી. તો તમારે તેનું કવર જરૂર લેવું જોઇએ.
SBI Alert: ફોન પર મળી રહી છે લોનની સારી ઓફર તો થઇ જજો સાવધાન, થઇ શકે છે નુકસાન
નવું ઘર હોય તો પ્રીમિયમ સસ્તુ હોય છે
હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) ખૂબ સસ્તો હોય છે. જો તમારું ઘર જુનૂં છે તો પ્રીમિયમ વધુ હોય શકે છે. નવા મકાનની સ્થિતિમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે. ભૌગોલિક લોકેશન પણ પ્રીમિયમમાં મહત્વ ધરાવે છે. જો તમે ઘરમાં સુરક્ષા ગાર્ડ રાખ્યો છે અથવા કેમેરા લગાવેલા છે તો વિમા કંપની તમને ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે.
ક્લેમ લેવામાં આ ધ્યાન રાખો
જો કોઇ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ આવી અને તમે ક્લેમ લેવાની સ્થિતિમાં છો તો તમને સૌથી પહેલાં ડેમેજ કંટ્રોલને ધ્યાનમાં રાખો. નુકસાનના ફોટો અથવા વીડિયો બનાવી લો. ક્લેમ ફોર્મને સારી રીતે સમજીને ભરો. ઘણીવાર તમને નુકસાનના બદલામાં કરવામાં આવેલી એફઆઇઆરની કોપી પણ આપવી પડી શકે છે. નુકસાનના રૂપમાં કોઇ સામાનની મરામત માટે એપ્લાઇ કરી શકો છો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube