Home Loan Prepayment: ભારતમાં પોતાનું ઘર હોવું મોટા ભાગના લોકોનું એક સપનું હોય છે. પોતાના ઘરનું સપનું ઘણીવાર મોંઘા ઘર, રિયલ એસ્ટેટ પ્રાઇઝ કે પૈસાની કમીને કારણે પૂરુ થઈ શકતું નથી. હોમ લોન ઘર ખરીદવાનું કામ થોડું સરળ બનાવી દે છે પરંતુ હોમ લોનના મોંઘા વ્યાજદર એક ભાર છે. 20થી 25 વર્ષ સુધી દર મહિને હોમ લોન EMI હોમબાયર્સને પરેશાન કરે છે. અહીં તમને રીત જણાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે 25 વર્ષની હોમ લોન 10 વર્ષમાં સમાપ્ત કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ લોન 10 વર્ષમાં પૂરી કરવાની ગણતરી
દર વર્ષે 1 એક્સ્ટ્રા EMI હપ્તો આપી અને દર વર્ષે ઈએમઆઈને 7.5 ટકા વધારી ઓછા સમયમાં હોમ લોનનું પેમેન્ટ કરી શકાય છે. ઉદાહરણ માટે કોઈએ 8.5 ટકા વ્યાજપર 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તેને 25 વર્ષમાં ચુકવવી પડશે. આ કેસમાં હોમ બાયરની મંથલી હોમ લોન  EMI આશરે 40,261 રૂપિયા થશે. જો તે હોમ લોન બાયર એક્સ્ટ્રા  EMI નથી ચુકવી રહ્યો તો તેને લોન ચુકવવામાં 25 વર્ષ લાગશે. આ સાથે 50 લાખ રૂપિયાની બેસિક હોમ લોન પર 70થી 71 લાખ રૂપિયાનું વ્યાજ પણ ચુકવવું પડશે. એટલે કે 25 વર્ષમાં હોમ લોન લેનારે 1.20 કરોડ રૂપિયા ચુકવવા પડશે. 25 વર્ષ બાદ હોમબાયર બેન્કને 1.20 કરોડ રૂપિયા ચુકવી દેશે જ્યારે તેની હોમ લોન માત્ર 50 લાખ રૂપિયાની હતી. 


આ પણ વાંચોઃ 1 મહિનામાં 200% નું રિટર્ન, IPO બન્યો કુબેરનો ખજાનો, રોકાણકારો ગદગદ


હોમ લોનના ટાઈમ પીરિયડને ઘટાડવાની રીત
જો કોઈ હોમબાયર એક્સ્ટ્રા  EMI આપવાની રીત અજમાવે છે તો તે ઓછા સમયમાં પોતાની લોન પૂર્ણ કરી શકે છે. એટલે કે તે દર વર્ષે 12ની જગ્યાએ 13  EMI ચુકવે છે તો તે ઓછા સમયમાં લોન સમાપ્ત કરી શકે છે. આમ કરવા પર તેનો લોન ચુકવવાનો પીરિયડ 19થી 20 વર્ષ સુધી આવી શકે છે. આ સિવાય તે હોમ લોન વ્યાજમાં 18 લાખ રૂપિયાની બચત કરી શકે છે. જો 40261 રૂપિયાના  EMI ની સાથે એક એક્સ્ટ્રા ઈએમઆઈ વધુ લાગી રહ્યો છે તો તમે દર મહિને 3થી 4 હજાર રૂપિયા સુધી બચાવી એક્સ્ટ્રા ઈએમઆઈ ચુકવી શકો છો. સેલેરી વધવા પર ઈએમઆઈ વધારી શકાય છે. 


દર મહિને મંથલી  EMI નું અમાઉન્ટ વધારી દો
બીજી રીત છે કે જો તમે દર મહિને તમારા  EMI માં 3019 રૂપિયા વધારી દો તો તમારી હોમ લોનને1 2 વર્ષમાં ચુકવી શકાય છે. આ સિવાય જે બંને રીત અજમાવી તો દર મહિને  EMI નું અમાઉન્ટ અને એક્સ્ટ્રા  EMI આપીને લોન 10 વર્ષમાં પૂરી કરી શકાય છે. તેવામાં લોકોને વ્યાજના રૂપમાં 30 લાખ રૂપિયા જેટલી બચત થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube