ઘર ખરીદવા માટે મોદી સરકાર આપી રહી છે 2.67 લાખની સબસિડી, 18 લાખ સુધીની આવક માટે પાત્ર
તમારી પાસે કોઇ ઘર નથી અને તમે પહેલી વખત ઘર ખરીદવા જઇ રહ્યાં છો, તો પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) તમારા માટે ઘણા ફાયદા લઇને આવી છે.
નવી દિલ્હી: પોતાના ઘરના સપના કોન નથી દેખતું અને જો આ સપના પુરા થઇ જાય તો તેનાથી વધુ ખૂશીની વાત બીજી કોઇ ન હોય. કેટલાક લોકો કહીં શકે છે કે મોંઘવારીના આ સમયમાં આ સપનું ઘણું મોંઘુ થઇ ગયું છે. પરંતુ આ વાત પૂરી રીતે સાચી નથી. જો તમારી પાસે કોઇ ઘર નથી અને તમે પહેલી વખત ઘર ખરીદવા જઇ રહ્યાં છો, તો પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) તમારા માટે ઘણા ફાયદા લઇને આવી છે.
આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે હોમ લોનના વ્યાજ પર મળતી સબસિડી. જો તમારી પાસે સેવિંગ કરેલા પૈસા નથી તો પણ તમને ઓછા વ્યાજ પર હપ્તા ભરીને ઘર ખરીદી શકો છો. એવામાં તમને સવાલ થશે કે ક્યાં ખરેખર તમને સબસિડી મળી શકે છે. જાણો શું તમે સબસિડી માટે લાયક છો?
શું તમે સબસિડી માટે લાયક છો
પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રથમ વખત મકાન ખરીદનાર માટે આ યોજના અંતર્ગત તેમને ઘણા લાભ આપવામાં આવે છે. જેમાં સૌથી મહત્વનું છે વ્યાજમાં સબસિડી. તેમાં કેટલીક શરતો પૂરી કરવી જરૂરૂ છે-
1. તમારી કે તમારા પરિવારના કોઇપણ સભ્ય પાસે પાકુ મકાન હોવા જોઇએ નહીં. જો તમારી પાસે પહેલાથી જ પાકુ મકાન છે તો તમે પીએમએવાઇનાં અતર્ગત આવેદન કરી શકશો નહીં.
2. તમે કે તમારા પરિવારના કોઇપણ સભ્યએ આ પહેલા કોઇપણ સરકારી આવાસ યોજનાનો લાભ લીધો હોવો જોઇએ નહીં.
3. યોજના અંતર્ગત આવેદન કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરૂ છે.
4. ‘આર્થિક રૂપથી નબળા વર્ગ’ની (EWS) શ્રેણીમાં આવેદન કરવા માટે તમારા પરિવારની કુલ આવક 3 લાખથી ઓછી હોવી જોઇએ.
5. ‘નિમ્ન આવક વર્ગ’ની (LIG) શ્રેણીમાં આવેદન કરવા માટે તમારા પરિવારની કુલ આવક 3 લાખથી 6 લાખ વચ્ચે હોવી જોઇએ.
6. ‘મધ્યમ આવક વર્ગ-1’ની (MIG-1) શ્રેણીમાં આવેદન કરવા માટે તમારા પરિવારની કુલ આવક 6 લાખથી 12 લાખ વચ્ચે હોવી જોઇએ.
7. ‘મધ્યમ આવક વર્ગ-2’ની (MIG-2) શ્રેણીમાં આવેદન કરવા માટે તમારા પરિવારની કુલ આવક 18 લાખથી વધુ હોવી જોઇએ નહીં.
તમને કેટલી સબસિડી મળી શકે છે?
1. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હોમ લોન પર વધારેમાં વધારે 2.67 લાખ રૂપિયાની સબસિડી મેળવી શકાય છે. તમને કેટલા ટકા સબસિડી મળશે, તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે કયા આવક વર્ગમાં છો અને તમારે કેટલું મોટું મકાન ખરીદવું છે.
2. જો તમે EWS અથવા LIG શ્રેણીમાં છો, તો 6 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 6.5 ટકાની ક્રેડિટ લિંક સબસિડી મેળવી શકો છો. તેના માટે જરૂરી છે કે કાર્પેટ એરિયા EWS શ્રેણીમાં 30 વર્ગ મીટર અને LIG શ્રેણીમાં 60 વર્ગ મીટર હોય.
3. MIG-1 શ્રેણીમાં 9 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 4 ટકા ક્રેડિટ લિંક વ્યાજ સબસિડી મેળવી શકો છો. તેના માટે જરૂરી છે કે જે ખરીદી રહ્યાં છો તે ઘરનો કાર્પેટ એરિયા 160 વર્ગ મીટર છે.
4. MIG-2 શ્રેણીમાં 12 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 3 ટકા ક્રેડિટ લિંક વ્યાજ સબસિડી મેળવી શકો છો. તેના માટે જરૂરી છે કે જે ખરીદી રહ્યાં છો તે ઘરનો કાર્પેટ એરિયા 200 વર્ગ મીટર છે.
આ બધી શ્રેણીઓમાં લોન એમાઉન્ટની કોઇ સીમા નથી. જોકે EWS અને LIG શ્રેણી માટે મહત્મ 6 લાખ રૂપિયા સુધી વ્યાજ પર સબસિડી મળશે, જ્યારે MIG-1 માટે 9 લાખ રૂપિયા સુધી અને MIG-2 માટે 12 લાખ સુધી લોન પર વ્યાજ સબસિડી મળશે.
MIG-1 અને MIG-2 માટે કાર્પેટ એરિયાનો હાલમાં વધારવામાં આવ્યો છે. તેના દ્વારા તમે મોટા મકાન સબસિડી પર ખરીદી શકો છો. આ વાતનું ધ્યાન રાખજો.