Honeywell Automation Share: આજે બુધવારે ટ્રેડિંગ દરમિયાન એન્જિનિયરિંગ ફર્મ હનીવેલ ઓટોમેશનના શેરો ફોકસમાં છે. કંપનીના શેરમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. હનીવેલ ઓટોમેશનનો શેર BSE પર 9% એટલે કે રૂ. 4,358 ઘટીને રૂ. 44630.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેર માર્કેટ બંધ થયું ત્યારે 45201 રૂપિયા પર બંધ થયો હતો. એટલે કે એક દિવસમાં શેરમાં 3766 રૂપિયાનો ઘટાડો થયો હતો. તેની અગાઉની બંધ કિંમત રૂ 48989.05 છે. કંપનીના શેરમાં આ મોટા ઘટાડા પાછળનું કારણ સપ્ટેમ્બર ક્વાર્ટરના નબળા પરિણામો છે. હકીકતમાં, હનીવેલ ઓટોમેશને ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં નફામાં ઘટાડો નોંધ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
નબળી માંગ વચ્ચે કંપનીનો નફો બીજા ક્વાર્ટરમાં 5.6 ટકાના ઘટાડા સાથે 115 કરોડ રૂપિયા  ($ 13.7 મિલિયન) રહ્યો, તે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 122 કરોડ રૂપિયાથી ઓછો છો. અમે તમને જણાવી દઈએ કે હનીવેલ ઓટોમેશન ઈન્ડિયા ઉત્સર્જન ઘટાડવા અને ઉર્જા પરિવર્તન તેમજ ઔદ્યોગિક ગ્રાહકોને બિલ્ડીંગ ઓટોમેશન સોલ્યુશન્સ પ્રદાન કરવાના હેતુથી ઉત્પાદનો ડિઝાઇન કરવામાં નિષ્ણાત છે. તાજેતરના એક સર્વેક્ષણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ભારતના ઉત્પાદન ક્ષેત્રે ધીમો વિકાસ વલણ દર્શાવ્યું હતું. આ હોવા છતાં, કંપની તેના EBITDA માર્જિનને જાળવી રાખવામાં સફળ રહી, જે બીજા ક્વાર્ટરમાં 12.6 ટકા પર આવી, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 12.5 ટકાથી થોડો વધારે છે. આ ઉપરાંત, હનીવેલ ઓટોમેશન ઈન્ડિયાની પેરેન્ટ કંપની હનીવેલે પણ વોલ સ્ટ્રીટની અપેક્ષાઓ કરતાં ઓછા વાર્ષિક વેચાણનો અંદાજ મૂક્યો હતો.


આ પણ વાંચોઃ મૂકેશ અંબાણીની દિવાળી શોપિંગ, ખરીદી લીધી આ આખી અંગ્રેજોની કંપની, કરોડો રૂપિયાની ડીલ


કંપનીના શેરની સ્થિતિ
આજના ઘટાડાને સામેલ કરતા છેલ્લા ત્રણ મહિનામાં કંપનીનો શેર 16 ટકા નીચે આવ્યો છે. કંપનીનો શેર આ વર્ષે 20 અને એક વર્ષમાં 25 ટકા વધ્યો છે. તેની 52 વીકની હાઈ પ્રાઇસ 59700 રૂપિયા અને 52 વીકનો લો 34990 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 39,998.74  કરોડ રૂપિયા છે. મહત્વનું છે કે હનીવેલ ઓટોમેશન દેશનો બીજો મોંઘો શેર છે.