નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટેક્સ સિસ્ટમને પારદર્શી બનાવવા માટે ટેક્સપેયર ચાર્ટરની જાહેરાત કરી છે. તેના માટે તેમણે પારદર્શક કરવેરા-ઇમાનદારના સન્માન મંચની શરૂઆત કરી. ઇનકમ ટેક્સપેયર્સ માટે તેમાં ઘણા પ્રકારની સુવિધાઓની જાહેરાત કરવામાં આવી. જેનાથી ટેક્સ કંપ્લાયન્સને સરળ અને પારદર્શક બનાવી શકાય. પરંતુ જો તમને લાગે છે કે, ટેક્સપેયર્સ સુવિધાઓને લઇને તમારી જવાબદારીથી મુક્ત થઇ ગયા તો થોડું સંભાળીને રહેજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આખા અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ભડકો, 80 રૂપિયે કિલોથી નીચે કોઈ શાક વેચાતું નથી


આ ટેક્સ ક્રાંતિની સાથે સાથે ટેક્સપેયર્સ પર પણ જવાબદારી નાખવામાં આવી છે કે, તેઓ પણ સંપૂર્ણ ઈમાનદારીની સાથે ટેક્સ પે કરે. તમામ જાણકારીઓ ટેક્સ વિભાગની સાથે રજૂ કરો. ટેક્સપેયર્સ ખર્ચામાં ફેરફાર ના કરે અને ટેક્સ ચોરીનો માર્ગ પસંદ ના કરો, તેની વ્યવસ્થા પણ સરકારે કરી છે. તેના માટે સરકારે એક નિયમોની યાદી તૈયાર કરી છે. જેને જાણવું ખુબજ જરૂરી છે. Expansion of scope od Reporting of transactionના નામથી તેને જાહેર કરવામાં આવી છે. તેમાં તમે જે પણ ટ્રાન્જેક્શન, ખરીદી અથવા યાત્રા કરશો તે તમારા ઇનકમ ટેક્સના ફોર્મ 26ASમાં જોવા મળશે. તમે તેને માત્ર 12 પોઇન્ટમાં સમજો કે નવી ટેક્સ સિસ્ટમમાં તમારા માટે શું થવાનું છે.


આ પણ વાંચો:- ભારતમાં ફરી થશે ટિકટોકની એન્ટ્રી? રિલાયન્સ ખરીદી શકે છે Tiktok


  1. જો ટેક્સપેયર વર્ષમાં એક લાખ રૂપિયા અથવા તેનાથી વધારે સ્કૂલની ફી અથવા ડોનેશન આપ્યું હશે તો સરકારને તેની જાણકારી હશે.

  2. જો તમારુ વિજળી બિલ એક લાખ રૂપિયાથી વધારે આવે છે તો તે પણ ફોર્મ 26ASમાં જોવા મળશે.

  3. જો તમે ઘરેલુ અથવા આંતરરાષ્ટ્રીય યાત્રાઓ કરી રહ્યા છો તો તેની પણ જાણકારી ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને હશે.

  4. જો તમે હોટલ્સમાં રોકાવો છો અને તેના માટે 20 હજાર રૂપિયાથી વધારે ખર્ચ કરો છો, તો પણ તમે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજરમાં આવી જશો.

  5. જો તમે વર્ષમાં એક લાખ રૂપિયાથી વધારે ખર્ચ જ્વેલેરી, વોશિંગ મશીન, ફ્રિજ, પેઇન્ટિંગ, માર્બલ વગેરે પર કરો છો તો થોડું સંભાળીને રહો, કેમ કે, આ બધુ જ સરકાર ખબર પડી જશે.

  6. કરન્ટ એકાઉન્ટમાં 50 લાખથી વધારે લેણ-દેણ થાય છે તો તેનો પણ રિપોર્ટ 26ASમાં જોવા મળશે.

  7. નોન કરન્ટ એકાઉન્ટમાં 25 લાખથી વધારેની લેણ-દેણ પર પણ ઇનકમ ટેક્સ વિભાગની નજર રહેશે.

  8. વર્ષના 20 હજાર રૂપિયા પ્રોપર્ટી ટેક્સ ભરતા લોકો સંભાળીને રહે, કેમ કે, આ તમામ જાણકારી સરકાર પાસે હશે.

  9. લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 50 હજારથી વધારે અને હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રિમિયમ 20 હજારથી વધારે હોવા પર પણ ફોર્મ 26ASમાં જોવા મળશે.

  10. ડીમેટ એકાઉન્ટ, શેર લેણ-દેણ, બેંક લોકર્સ વિશે પણ હવે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર રહેશે.

  11. જો કોઇ વ્યક્તિ બેંકથી 30 લાખ રૂપિયાનું લેણ-દેણ કરે ચે તો તેને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે, ભલે પછી તે લેણ-દેણ રિપોર્ટ થયો હોય કે નહીં.

  12. તમામ પ્રોફેશનલ્સ, બિઝનેસમેન, જેમનું ટર્નઓવર 50 લાખથી વધારે છે, તેમને પણ રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત રહેશે.


આ પણ વાંચો:- ટેક્સ સિસ્ટમમાં સુધાર, કરદાતાઓને મળ્યા આ 3 મોટા અધિકાર, જાણો તેના વિશે


જો કે, આમાંથી કેટલીક વસ્તુનો ઉલ્લેખ સમાન્ય બજેટમાં પણ થઇ ગયો છે, પરંતુ ઔપચારિક રીતે તેની જાહેરાત હવે થઇ છે. પહેલા આ તમામ શરત અને કડક માત્ર બેંકો, કંપનીઓ અને વેપારીઓ સુધી સીમિત હતી. પરંતુ હવે દેશના દરેક નાગરિક તેની રડારમાં હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર