દાવોસ : સમાવેશી વૃદ્ધીનાં સુચકાંકમાં ભારત ઉભરતી અર્થવ્યવસ્થામાં 62માં સ્થાન પર છે. આ મુદ્દે ભારત ચીન અને પાકિસ્તાનની પણ પાછળ છે. આ યાદીમાં જ્યાં ચીન 26માં નંબર પર છે ત્યારે પાકિસ્તાન 47માં નંબર પર છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ)એ સોમવારે પોતાની વાર્ષિક બેઠક ચાલુ થતા પહેલા આ યાદી બહાર પાડી હતી. નોર્વે વિશ્વનો સૌથી સમાવેશ દેશ હોવા ઉપરાંત આધુનિક વિકસિત અર્થવ્યવસ્થા પણ બનેલો છે. બીજી તરફ લિથુઆનિયા ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ટોપ પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WEFની બેઠકમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વનાં ઘણા ટોપનાં નેતાઓ ભાગ લઇ રહ્યા છે. WEFએ કહ્યું કે, આ સૂચકાંકમાં રહેણીકરણીનું સ્તર, પર્યાવરણની દ્રષ્ટીએ ટકાઉ અને ભવિષ્યની પેઢીઓ અને દેવાનાં બોઝથી સંરક્ષણ વગેરે પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે. WEFએ વિશ્વ નેતાઓને કહ્યું કે તેઓ ઝડપથી સમાવેશી વૃદ્ધી અને વિકાસનાં નવા મોડેલ તરફ વધે. મંચે કહ્યું કે, આર્થિક મોર્ચા પર ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે જીડીપી પર નિર્ભરતા વધારવાથી અસમાનતાની સ્થિતી પેદા થઇ રહી છે. ભારત છેલ્લા 79 વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં 60માં સ્થાન પર હતું, જ્યારે ચીન 15માં અને પાકિસ્તાન 52માં સ્થાન પર છે.


વર્ષ 2018નાં ઇન્ડેક્સમાં 103 અર્થવ્યવસ્થાઓની પ્રગતીની ગણત્રી ત્રણ અંગત સ્તંભો વૃદ્ધી અને વિકાસ, ઇન્ક્લૂઝન અને ઇન્ટર જનરેશનલ ઇક્વિટીનાં આધાર પર કરવામાં આવ્યું છે. તેને બે હિસ્સાઓમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા હિસ્સામાં 29 વિકસિત અર્થવ્યવસ્થાઓ તથા બીજામાં 74 ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સમાં પાંચ વર્ષનાં સમાવેશી વિકાસ અને વૃદ્ધીનાં વલણ પર અલગ અલગ રીતે સમાવેશ કરવામાં આવે છે.