Proprety price in Ahmedabad: ક્રેડાઇ કોલિયર્સ લાયસેસ ફોરાસ  ( CREDAI Colliers Liases Foras) રિપોર્ટ અનુસાર ભારતના આઠ શહેરોમાં હવે ઘર ખરીદવું મોંઘુ બન્યું છે. 2024 ની પ્રથમ ત્રિમાસિક આંકડાના અનુસાર દિલ્હી એનસીઆર, બેંગલુરૂ, અમદાવાદ, પૂણે, ચેન્નઇ, કલકત્તા, મુંબઇ મેટ્રોપોલિટન રીઝન, હૈદરાબાદ અને પૂણેમાં મકાનની કિંમતોમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિકાકાઇ, આંબળા, અરીઠાથી બનાવો આ 'દેસી ઇન્ડીયન શેમ્પૂ', ઔષધિય ગુણોથી ભરપૂર
Maruti Ertiga નો ખેલ બગાડવા આવી રહી છે ગજબની 7-સીટર કાર, કંપનીએ આપી મોટે અપડેટ


જ્યાં બેંગલુરૂમાં સૌથી વધુ 19% તો બીજી તરફ ચેન્નઇમાં સૌથી ઓછા 4% નો વધારો થયો છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆર, અમદાવાદ અને પૂણેમાં પણ ડબલ ડીઝીટમાં વધારો થયો છે. બાકી શહેરોમાં 2 થી 7 ટકા સુધી ભાવ વધ્યા છે. 


ઘર માટે આ શહેરોમાં આપવા પડશે વધુ પૈસા
વધતી જતી મોંઘવારીની માર હવે દરેક જગ્યાએ પડવા લાગી છે. જે લોકો નવું ઘર જોવાનું સપનું જોઇ રહ્યા છે, તેમના પોકેટ પર બોઝો વધી ગયો છે. ભારતના સિલિકોન વેલી કહેવાતા શહેર બેંગલુરૂના રીફેરી અને આઉટર ઇસ્ટ માઇક્રો માર્કેટમાં ભાવ એક વર્ષમાં 32 ટકા સુધી વધી ગયા છે. 


હવે ચારધામમાં નહી બનાવી શકો રીલ્સ અને ફોટો-વીડિયો,VIP દર્શનને લઇને આવ્યા મોટા સમાચાર
Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ


ત્યારબાદ જ્યારે દિલ્હી એનસીઆરમાં મકાનોની માંગ સતત વધી રહી છે, ત્યારે અહીં મકાનોની કિંમતમાં 16 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. દ્વારકા એક્સપ્રેસ વેની આસપાસ અહીં ઘર ખરીદવું સૌથી મોંઘુ બની ગયું છે. આ વિસ્તારમાં કિંમતોમાં 23 ટકાનો વધારો થયો છે. આ વધતી જતી મોંઘવારીથી ગુજરાતનું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી, ત્યાં પણ મકાનોની કિંમતમાં વાર્ષિક 13 ટકાનો વધારો થયો છે.


2024 પુરૂ થતાં પહેલાં બની જશો કરોડપતિ, આ મૂળાંકવાળા પર રહેશે શનિની વિશેષ કૃપા
Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!


ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના પૂણેમાં પણ ઘરોના ભાવ આ ગતિએ વધ્યા છે. જોકે દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઇના મેટ્રોપોલિટન રીઝનમાં મકાન ખરીદવું આ શહેરોના મુકાબલે ઓછું મોંઘુ છે. અહીં કીંમત ડબલ ડીઝીટથી નીચે છે અને કિંમતોમાં 6 ટકાનો વધારો થયો છે. જ્યારે નવા આઇટી હબના રૂપમાં સ્થાપિત થયું હૈદરાબાદમાં 9 ટકા સુધી ઘરોના ભાવ વધ્યા છે. 


Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટાડ્યા
Mango Eating Tips: કેરી ખાતા પહેલાં જરૂર કરી લો આ કામ, નહીંતર થઇ શકે છે નુકસાન


પહેલાં પણ વધ્યા છે ભાવ
જ્યારે 2023 ની બીજી ત્રિમાસિકના આંકડા આવ્યા હતા, ત્યારે પણ દેશના ઘણા શહેરોમાં ઘરોના ભાવમાં વધારો થયો છે. કલકત્તામાં ત્યારે ઘરોની કિંમતમાં 15 ટકા સુધીનો વધારો થયો હતો. તે વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં પણ 14 ટકા મોંઘા થઇ ગયા હતા. તે સમયે પણ સૌથી વધુ મોંઘા ઘર દ્વારકા એક્સપ્રેસ વે આસપાસ થયા હતા. જે પ્રકારે ઘરોના ભાવ વધી રહ્યા છે આગામી સમયમાં પોતાનું ઘર લેવું વધુ મુશ્કેલ બની જશે. 


GUJCET: ગુજરાત CET કાઉન્સિલ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, અહીં ચેક કરો નવું શિડ્યૂલ
9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર