નવી દિલ્હીઃ How to exchange torn currency notes: તમે દેશભરની કોઈપણ બેન્કમાં ફાટેલી કે જૂની ખરાબ નોટ બદલી શકો છો, પરંતુ જ્યારે ઓછી માત્રા અને મોટી માત્રામાં નોટ બદલવાની વાત આવે છે તો નિયમ અલગ-અલગ હોય છે. ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ અનુસાર 'ખરાબ નોટ'નો મતલબ એક એવી નોટ છે જે સામાન્ય તૂટવાને કારણે બેકાર થઈ ગઈ છે અને તેને એક સાથે ચોંટાડવામાં આવી હોય કે બે ટૂકડાવાળી નોટ પણ સામેલ છે. જેમાંથી જોડાયેલા ટૂકતા એક નોટના હોય છે અને જૂની નોટમાં કોઈ જરૂરી વિશેષતા ગાયબ હોતી નથી. આ નોટ સરકારી બાકીની ચુકવણી અને બેન્કોમાં રાખવામાં આવેલા જનતાના ખાતામાં જમા કરવા માટે બેન્ક એકાઉન્ટ પર સ્વીકાર કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે બેન્કમાં દરરોજ વધુમાં વધુ 20 નોટ બદલી શકો છે, જેની રકમ 5000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. તેમાં નોટ બદલવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. 


આ પણ વાંચોઃ Top-5 Stocks: 1 વર્ષ માટે ખરીદીને ભૂલી આ 5 શેર, વેચવા કાઢશો ત્યારે થઇ જશો માલામાલ


ક્યારે લેવામાં આવે છે ચાર્જ?
જો નોટની સંખ્યા 20 નોટ કે દરરોજના મૂલ્ય 5000 થી વધુ હોય છે, તો તેવામાં બેન્ક તેને ત્યારે રસીદના આધાર પર પોતાની પાસે રાખે છે અને બાદમાં તેની રકમ બેન્કિંગ પ્રોસેસ બાદ તેના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. તે માટે બેન્ક સર્વિસ ચાર્જ પણ લેશે. જો કિંમત 50,000 રૂપિયાથી વધુ છે તો બેન્ક તપાસ કરશે અને નિયમો અનુસાર જરૂરી સાવધાની રાખશે.