મોટાભાગના કેસમાં પરિવારના મુખિયાના નામે હોમ લોન લેવામાં આવે છે. પરંતુ જો જોઇન્ટ હોમ લોન લેવામાં આવે, તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જોઇન્ટ હોમ લોન લેવાથી વધુ લોન તો મળે જ છે ટેક્સ બેનિફિટ પણ વધુ મળે છે. કો-એપ્લીકેંટ્સની સાથે મળીને હોમ લોન લેવાના ઘણા ફાયદા છે.' આવો જોઇન્ટ હોમ લોનના કેટલાક ફાયદા વિશે જાણો.-

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 વર્ષની ઉંમરે બની સૌથી નાની ઉંમરની અરબપતિ, જુકરબર્ગને પણ પછાડ્યા


1. લોન લેવાની યોગ્યતા વધી જાય છે.
2. તમે વધુ મોટું ઘર ખરીદી શકો છો.
3. તમે તમારી મનપસંદ જગ્યા પર ઘર ખરીદી શકો છો.
4. વધુ ટેક્સ બેનિફિટ મળશે.
5. મહિલાને કો-એપ્લીકેંટ હશે તો ઓછા વ્યાજનો લાભ મળશે.
6. સાથે કો-એપ્લિકેંટ હોવાથી હોમ લોન એપ્રૂવ થવાના ચાન્સ વધી જાય છે.

Maruti વૈગનઆરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ, 4.84 લાખ મળશે આ ખૂબીઓ


કોણ બની શકે છે કો-એપ્લીકેંટ?
સામાન્ય રીત પરિવારના નજીકના સભ્ય કો-એપ્લીકેંટ બની શકે છે. આ પ્રકારે પતિ/પત્ની, ભાઇ/બહેન અથવા બાળકોને કો-એપ્લીકેંટ બનાવી શકાય છે. કો-એપ્લીકેંટ પગારદાર અથવા સેલ્ફ એમ્પ્લોઇડ હોઇ શકે છે, ભારતીય અથવા એનઆરઆઇ પણ હોઇ શકે છે.


કો-એપ્લીકેંટ અને કો-ઓનરમાં અંતર
અહીં કો-એપ્લીકેંટ અને કો-ઓનરમાં અંતર સમજવું જરૂરી છે. કો-ઓનર તે પ્રોપર્ટીનો અડધો માલિક છે, જ્યારે કો-એપ્લીકેંટ માટે તેને પ્રોપર્ટીનો માલિક હોવો જરૂરી નથી. સામાન્ય સિદ્ધાંત છે કે કો-ઓનર જ કો-એપ્લીકેંટ હશે, પરંતુ એવું જરૂરી નથી. કો-એપ્લીકેંટની જવાબદારી લોન ચૂકવવાની છે.