21 વર્ષની ઉંમરે બની સૌથી નાની ઉંમરની અરબપતિ, જુકરબર્ગને પણ પછાડ્યા
Trending Photos
પ્રતિષ્ઠા ક્યારે કોના પગ ચૂમે તે કોઇ જાણતું નથી. મોટાભાગે આપણે આપણી ઉંમરને જોતાં પ્લાનિંગ કરીએ છીએ, ભલે તે બિઝનેસ શરૂ કરવાનો હોય કે પછી નોકરી કરતાં કરતાં સેવિંગ કરવાની હોય. પરંતુ ફક્ત 21 વર્ષની એક યુવતિએ આ સાબિત કરી બતાવ્યું કે પ્રતિષ્ઠા કોઇની મોહતાજ નથી. અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનર સફળતાની નવી ઉંચાઇઓ સર કરવાની છે. ફોર્બ્સ મેગેજીનના અનુસાર, અમેરિકાની કાઇલી જેનર સૌથી નાની ઉંમરમાં અરબપતિ બની ગઇ છે. હાલ તેની સંપત્તિ 90 કરોડ ડોલર એટલે કે લગભગ 6354 કરોડ રૂપિયા છે.
નંબર 1 પર જેફ બેજોસ
ફોર્બ્સ દ્વારા તાજેતરમાં જ રેટિંગમાં દુનિયાના અરબપતિઓની યાદીમાં તે આ વખતે પણ સૌથી આગળ છે. બેજોસની કુલ સંપત્તિ 131 અરબ ડોલર છે. પરંતુ જો તમને દુનિયાની સૌથી નાની ઉંમરની અરબપતિ વિશે પૂછવામાં આવે તો કદાચ જ કોઇ નામ યાદ હશે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સૌથી નાની ઉંમરમાં અરબપતિ બનનાર કોઇ પુરૂષ નહી પરંતુ મહિલા છે. કાઇલી જેનર દુનિયાની સૌથી યુવા અરબપતિ બની ગઇ છે. કાઇલી જેનર કાઇલી કોસ્ટેમિક્સની માલિક છે.
એક વર્ષમાં કુલ 360 મિલિયન ડોલરનું વેચાણ
કાઇલી જેનર ટોપ પોડલ કિમ કાર્દશિયનની ફેમિલી મેંબર છે, તેમણે આ મુકામ કોસ્મેટિક બિઝનેસથી પ્રાપ્ત કર્યું છે. 21 વર્ષની કાઇલીએ ત્રણ વર્ષ પહેલાં કાઇલી કોસ્મેટિક્સથી બિઝનેસની શરૂઆત કરી હતી. ગત વર્ષે તેમની કંપની 360 મિલિયન ડોલરનું કુલ વેચાણ કરવામાં સફળ રહી. સૌથી યુવા અરબપતિની યાદીમાં કાઇલીએ જુકરબર્ગને માત આપી છે. જુકરબર્ગ 23 વર્ષની ઉંમરમાં અરબપતિ બિઝનેસમેનનીયાદીમાં સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે