માલદાર થવાની આ છે દમદાર ફોરમ્યુલા, રોજ 200 રૂપિયા બચાવીને બની શકો છો કરોડપતિ
કોરોના વાયરસ (Coronavirus) ના પગલે ભારતીય શેર માર્કેટ (Stock Market) માં જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગત કેટલાક દિવસોથી માર્કેટમાં અપસાઈડ મૂવમેન્ટ જોવા મળી છે. પરંતુ હજી પણ મોટભાગના શેર પોતાના નીચા સ્તર પર છે. મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં પણ લોકોને આશા મુજર રિટર્ન નથી મળી રહ્યું. આવામાં કોઈ ઈન્સ્ટ્રમેન્ટ છે, જે તમારા રૂપિયાને સેફ રાખી શકે છે. આવામાં એવું કોઈ ફંડ છે, જેનાથી તમારી કમાણી તેજ બની શકે છે. હા, એક રીત છે. જેનાથી ન માત્ર તમારા રૂપિયા વધશે, પરંતુ થોડા રૂપિયાની બચતથી ફંડમાં મોટો બદલાવ આવશે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ના પગલે ભારતીય શેર માર્કેટ (Stock Market) માં જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગત કેટલાક દિવસોથી માર્કેટમાં અપસાઈડ મૂવમેન્ટ જોવા મળી છે. પરંતુ હજી પણ મોટભાગના શેર પોતાના નીચા સ્તર પર છે. મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં પણ લોકોને આશા મુજર રિટર્ન નથી મળી રહ્યું. આવામાં કોઈ ઈન્સ્ટ્રમેન્ટ છે, જે તમારા રૂપિયાને સેફ રાખી શકે છે. આવામાં એવું કોઈ ફંડ છે, જેનાથી તમારી કમાણી તેજ બની શકે છે. હા, એક રીત છે. જેનાથી ન માત્ર તમારા રૂપિયા વધશે, પરંતુ થોડા રૂપિયાની બચતથી ફંડમાં મોટો બદલાવ આવશે.
હંમેશા ઈન્વેસ્ટર કરોડપતિ બનવા માટે બહુ લાંબી રાહ જોવા માંગતા નથી. ઈન્વેસ્ટર્સને જલ્દી રિટર્ન જોઈતું હોય છે. સાથે જ એ પણ ધ્યાન રાખવું પડે છે કે, બચતના ચક્કરમાં ક્યાંય મહિનાનું બજેટ બગડી ન જાય. તો આ જ કારણે આજના સમયમાં ઈન્વેસ્ટર્સ માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતુ ઈન્સ્ટ્રમેન્ટ ફંડ SIP (Systematic Investment plan) છે.
યુનિફોર્મનો ઓટોરીક્ષા ફેડરેશને કર્યો વિરોધ, કહ્યું-હાલ રીક્ષાચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે
ક્યાં કરો ઈન્વેસ્ટ
ભારતીય ઈન્વેસ્ટર્સની પહેલી પસંદ ઈક્વિટી ફંડમાં ઈન્વેસ્ટ કરવાની રહે છે. આ SIP ઓપ્શનમાં મંથલી બેઝ પર તમે લાંબા સમય માટે ઈન્વેસ્ટ કરવાનું હોય છે. જેમ PPF અને બીજા ડેટ ફંડમાં તમે ઈન્વેસ્ટ કરો છે, તેવી જ રીતે અહી રૂપિયા લગાવો, તો રિટર્ન વધુ મળશે. ઈક્વિટી ફંડવાળી SIP માં બિલકુલ PPF ની જેમ ઈન્વેસ્ટ કરવાનું હોય છે. પરંતુ લોન્ગ ટર્મમાં જુઓ તો રિટર્ન ક્યાંય વધુ મળશે.
એક્સપર્ટ પણ માને છે જરૂરી
આનંદ રાઠી વેલ્થ મેનેજમેન્ટના ડેપ્યુટી સીઈએ ફિરોઝ અઝીઝના જણાવ્યા અનુસાર, SIP ઈન્વેસ્ટના મોટા ફાયદા છે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સને SIP રુટના માધ્યમથી ઈન્વેસ્ટ કરવું જોઈએ. કેમ કે, અહીં મંથલી બજેટ સંભાળવા માટે મદદ મળે છે. આ ઉપરાંત જે લોકો પોતાના કરિયરની શરૂઆતના ફેઝમાં છે. તેમની પાસે ઈન્વેસ્ટ માટે બહુ મોટી રકમ નહિ હોય. પરંતુ લોન્ગ ટર્મનું ધ્યાન રાખતા જે મોટો ફાયદો લઈ શકે છે. મેચ્યોરિટી પર એક મોટી રાશિ મેળવવા માટે તમે લક્ષ્ય તૈયાર કરી શકો છો. આવા ઈન્વેસ્ટર્સ માટે SIP મોટો વિકલ્પ છે.
આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો
આવી રીતે કેલક્યુલેટ કરો તમારું ફંડ
SIP કેલક્યુલેટરથી તમારા ફંડે મેનેજ કરી શકાય છે.
કેવી રીતે અને કેટલું ઈન્વેસ્ટ કરશો
આ ઓપ્શનમાં જો ઈન્વેસ્ટર લોન્ગ ટર્મ એટલે કે, 30 વર્ષ માટે ઈન્વેસ્ટ કરે છે તો તેને લગભગ 15 ટકા રિટર્ન મળી શકે છે. માનો કે, કોઈ વ્યક્તિ SIP માં 30 વર્ષ માટે ઈન્વેસ્ટ કરે છે, અને 15 ટકા રિટર્ન મેળવે છે, તો SIP કેલક્યુલેટર મુજબ, આવા ઈન્વેસ્ટરને મેચ્યોરિટી પર 4.21 કરોડ રૂપિયા એમાઉન્ટ મળશે. પરંતુ તેના માટે જરૂરી છે તમારે રોજ 200 રૂપિયા SIP માટે કાઢવા અને મહિને 6000 રૂપિયા ઈન્વેસ્ટ કરવુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર