How to become Crorepati: પૈસા કમાવવા સરળ છે પરંતુ વધારવા એટલા જ મુશ્કેલ. પૈસા સુરક્ષિત રહે અને સારું રિટર્ન પણ આપતા રહે, એવું જો કે શોધવું મુશ્કેલ નથી. રોકાણની શરૂઆત કરો અને પછી જુઓ કમાલ. પરંતુ જો નિર્ણય ખોટો પડ્યો તો પૈસા એટલા ઝડપથી વધશે નહીં. આથી આ માટે યોગ્ય પ્લાનિંગ અને એ જાણવું જરૂરી છે કે ફાયદો ક્યાં થશે. સૌથી પહેલી વાત...જેટલી ઓછી ઉંમરથી તમે રોકાણ કરવાનું શરૂ કરશો, ભવિષ્યમાં તમારા માટે એટલી જ મોટી અમાઉન્ટ ભેગી થશે. જો કે કરોડપતિ બનવું સરળ નથી પરંતુ જો તમે એક નિર્ધારિત લાંબા સમયગાળા માટે રોકાણ કરશો તો તમે કરોડપતિ પણ બની શકશો. આ પાછળ જે વસ્તુ કામ કરે છે તે છે કમ્પાઉન્ડિંગ (Compound interest)નો ફોર્મૂલા.  જેને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કરીએ છીએ. પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો સિમ્પલ ફોર્મ્યૂલા જ એ છે કે રોકાણ લાંબા ગાળાનું હોવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવર ઓફ કમ્પાઉન્ડિંગ

- મૂળ રોકાણ પર વ્યાજ
- બંને રકમ પર ફરીથી વ્યાજનો ફાયદો
- રોકાણ+ વ્યાજ + વ્યાજ + વ્યાજ= કમ્પાઉન્ડિંગ


પાવર ઓફ કમ્પાઉન્ડિંગના નિયમ

- ઓછી ઉંમરથી શરૂ કરો રોકાણ
- લાંબા ગાળા માટે કરો રોકાણ
- 5 કે 10 વર્ષની જગ્યાએ 20 કે 25 વર્ષનો લક્ષ્યાંક રાખો


15x15x15 નો કમાલનો ફોર્મ્યૂલા


રોકાણ- 15,000 રૂપિયા કરો
સમયગાળો- 15 વર્ષ
વ્યાજ- 15 ટકા
કોર્પસ- 15 વર્ષ બાદ એક કરોડ રૂપિયા
કુલ રોકાણ- 27 લાખ રૂપિયા
કમ્પાઉન્ડિંગ- 73 લાખ રૂપિયા વ્યાજથી કમાણી


20 વર્ષ સુધી કરવું પડશે રોકાણ

જો તમે મ્યૂચ્યુઅલ ફંડ સાથે મંથલી SIP કરો છો તો તેની શરૂઆત 10 હજાર રૂપિયાથી કરો. સામાન્ય રીતે મ્યૂચ્યુઅલ ફંડમાં રિટર્ન 12 ટકા સુધી મળી શકે છે. અહીં તમારે 20 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે. 20 વર્ષમાં તમારું કુલ રોકાણ 24 લાખ રૂપિયા થશે. પરંતુ તેના પર જે વ્યાજ મળશે તે 74.93 લાખ રૂપિયા હશે. તેનો અર્થ એ થયો કે અહીં પાવર ઓફ કમ્પાઉન્ડિંગે કામ કર્યું. SIP ની કુલ વેલ્યુ 98.93 લાખ રૂપિયા પહોંચી જશે. કુલ 74.93 લાખ રૂપિયા તો ફક્ત વ્યાજમાંથી તમને કમાણી થઈ જશે. 


Gratuity New Rules: કર્મચારીઓ આનંદો! હવે 1 વર્ષ નોકરી કરશો તો પણ મળશે ગ્રેજ્યુઈટી, જાણો નવા નિયમો


રોકાણ પ્રમાણે ગણતરી


10 વર્ષનું રોકાણ
- મંથલી SIP- 10 હજાર રૂપિયા
- અંદાજિત રિટર્ન- 12 ટકા (વાર્ષિક)
- રોકાણનો સમયગાળો- 10 વર્ષ
- તમારું કુલ રોકાણ- 12 લાખ રૂપિયા
- SIP ની કુલ વેલ્યુ- 23 લાખ રૂપિયા
- ફાયદો- 11 લાખ રૂપિયા


15 વર્ષનું રોકાણ
- મંથલી SIP - 10 હજાર રૂપિયા
- અંદાજિત રિટર્ન- 12 ટકા વાર્ષિક
- રોકાણનો સમયગાળો- 15 વર્ષ
- તમારું કુલ રોકાણ- 18 લાખ રૂપિયા
- SIP ની કુલ વેલ્યુ- 49.96 લાખ રૂપિયા
- ફાયદો- 31.96 લાખ રૂપિયા


20 વર્ષનું રોકાણ
- મંથલી SIP - 10 હજાર રૂપિયા
- અંદાજિત રિટર્ન- 12 ટકા વાર્ષિક
- રોકાણનો સમયગાળો- 20 વર્ષ
- તમારું કુલ રોકાણ- 24 લાખ રૂપિયા
- SIP ની કુલ વેલ્યુ- 98.93 લાખ રૂપિયા
- ફાયદો- 74.93 લાખ રૂપિયા


શું છે આ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ?
તેને આ રીતે સમજી શકાય કે તમે ક્યાંક રોકાણ કરો છો તેના પર તમને જે કમાણી થાય છે, તેને પણ ફરીથી રોકાણ કરવું એ કમ્પાઉન્ડિંગ હોય છે. તેમાં તમને મૂળ રકમ સાથે તેના વ્યાજ ઉપર પણ વ્યાજ મળે છે. કમ્પાઉન્ડિંગ તમારા રોકાણને વધારવા માટેનો મહત્વનો રસ્તો છે. 


ખાસ નોંધ: ઉપર જણાવવામાં આવેલી ગણતરી એક અંદાજા તરીકે દર્શાવવામાં આવી છે. કોઈ પણ પ્રકારના રોકાણ પહેલા નાણાકીય સલાહકાર પાસેથી સલાહ ખાસ લેવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube