Gratuity New Rules: કર્મચારીઓ આનંદો! હવે 1 વર્ષ નોકરી કરશો તો પણ મળશે ગ્રેજ્યુઈટી, જાણો નવા નિયમો

 શ્રમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં તેની લેખિત જાણકારી આપી છે. હવે કેટલો સમય તમે કોઈ સંસ્થામાં પૂરો કરો તો તમે ગ્રેજ્યુઈટી માટે હકદાર ગણાઓ તે ખાસ જાણો. હાલના ગ્રેજ્યુઈટીના નિયમ મુજબ કોઈ પણ સંસ્થામાં 5 વર્ષ પૂરા કરવા પર ગ્રેજ્યુઈટી મળે છે. જે હેઠળ તમે 5 વર્ષ પૂરા થયા બાદ જ્યારે કંપની છોડો તે મહિનામાં તમારી જેટલી સેલરી હશે તેના આધારે ગ્રેજ્યુઈટીની ગણતરી થાય છે.

Gratuity New Rules: કર્મચારીઓ આનંદો! હવે 1 વર્ષ નોકરી કરશો તો પણ મળશે ગ્રેજ્યુઈટી, જાણો નવા નિયમો

Gratuity New Rules: કર્મચારીઓ માટે મોટા ખુશખબર છે. દેશમાં શ્રમ સુધાર માટે કેન્દ્ર સરકાર જલદી 4 નવા લેબર કોડ લાગૂ કરવાની છે. શ્રમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં તેની લેખિત જાણકારી આપી છે. અનેક  રાજ્યોએ અલગ અલગ કોડ્સ પર પોતાની સહમતી આપી દીધી છે. ત્યારબાદ હવે જલદી કેન્દ્ર સરકાર તેને લાગૂ કરી શકે છે.

નવા લેબર કોર્ડ્સમાં બદલાઈ જશે નિયમો
અત્રે જણાવવાનું કે નવા લેબર કોડ્સ  લાગૂ થયા બાદ કર્મચારીઓના પગાર, રજાઓ, પ્રોવિડન્ડ ફંડ અને ગ્રેજ્યુઈટીમાં ફેરફાર આવી જશે. જે હેઠળ કામ કરવાના કલાકો અને અઠવાડિયાના નિયમોમાં પણ ફેરફાર શક્ય છે. ત્યારબાદ કર્મચારીઓને ગ્રેજ્યુઈટી માટે કોઈ સંસ્થામાં 5 વર્ષ સતત નોકરી કરવાની જરૂરિયાત નહીં રહે. સરકારે હજુ સુધી તેની જાહેરાત નથી કરી પરંતુ નવો લેબર કાયદો લાગૂ થતા જ આ નિયમ લાગૂ થઈ જશે. 

જાણો કેટલી મળે છે ગ્રેજ્યુઈટી?
હાલના ગ્રેજ્યુઈટીના નિયમ મુજબ કોઈ પણ સંસ્થામાં 5 વર્ષ પૂરા કરવા પર ગ્રેજ્યુઈટી મળે છે. જે હેઠળ તમે 5 વર્ષ પૂરા થયા બાદ જ્યારે કંપની છોડો તે મહિનામાં તમારી જેટલી સેલરી હશે તેના આધારે ગ્રેજ્યુઈટીની ગણતરી થાય છે. જેમ કે કોઈ કર્મચારીએ એક કંપનીમાં 10 વર્ષ કામ કર્યું અને છેલ્લા મહિનામાં તેના એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા આવે છે. જો તેનો બેસિગ પગાર 20 હજાર રૂપિયા હોય, 6 હજાર રૂપિયા ડિયરનેસ અલાઉન્સ છે. ત્યારે તેની ગ્રેજ્યુઈટીની ગણતરી 26 હજારના આધારે થશે. ગ્રેજ્યુઈટીમાં વર્કિંગ ડે 26 ગણાય છે જે મુજબ ગણતરી જોઈએ તો....

26000/26 એટલે કે એક દિવસના 1000  રૂપિયા
15X1,000 = 15000
હવે જો કર્મચારએ 15 વર્ષ કામ કર્યું તો તેને કુલ  15X15,000 = 75000 રૂપિયા ગ્રેજ્યુઈટી તરીકે મળશે. 

સોશિયલ સિક્યુરિટી બિલમાં છે ઉલ્લેખ
અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ મુજબ અત્રે જણાવવાનું કે 4 લેબર કોડ્સમાં સોશિયલ સિક્યુરિટી બિલ, 2020ના ચેપ્ટર 5માં ગ્રેજ્યુઈટીના નિયમોની જાણકારી આપવામાં આવી છે. હકીકતમાં ગ્રેજ્યુઈટી એ કર્મચારીને કંપની તરફથી મળતું ઈનામ છે. જો કોઈ કર્મચારી નોકરીની કેટલીક શરતો પૂરી કરે તો તેને નિર્ધારિત ફોર્મ્યૂલાના આધારે ગ્રેજ્યુઈટીની ચૂકવણી થાય છે. ગ્રેજ્યુઈટીનો એક નાનો ભાગ કર્મચારીના પગારમાંથી કાપી લેવાય છે અને મોટો ભાગ ચૂકવણી કરવામાં આવે છે. 

એક વર્ષની નોકરી હોય તો પણ ગ્રેજ્યુઈટી મળે?
લોકસભામાં દાખલ ડ્રાફ્ટ કોપીમાં અપાયેલી જાણકારી મુજબ કોઈ પણ કર્મચારી જો કોઈ જગ્યાએ એક વર્ષ નોકરી કરે તો તે ગ્રેજ્યુઈટીનો હકદાર થઈ જશે. સરકારે ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ એટલે કે કરાર પર કામ કરતા લોકો માટે આ વ્યવસ્થા કરી છે. જોઈ કોઈ વ્યક્તિ કોઈ કંપની સાથે કરાર પર એક વર્ષના નિર્ધારિત સમય માટે કામ કરે તો પણ તેને ગ્રેજ્યુઈટી મળશે. આ ઉપરાંત Gratuity એક્ટ 2020નો ફાયદો ફક્ત ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news