How works 15x15x15 Investing Rule: દરેકની ઈચ્છા હોય છે કે, તે પોતાના રિટાયર્ડમેન્ટ પર ઓછામાં ઓછા કરોડપતિ તો બની જ જાય. પરંતું તમારું ખોટું ઈન્વેસ્ટમેન્ટ હશે, તો આ સપનું ક્યારેય પૂરું નહિ થઈ શકે. પરંતું જો તમારું ઈન્વેસ્ટમેન્ટ યોગ્ય દિશામાં ગયુ, તો તમને લક્ષ્યાંક હાંસિલ કરવુ સરળ બની જશે. જો તમે પણ કરોડપતિ બનવા માંગો છો તો તમારે 15x15x15 નિયમને ફોલો કરવું જોઈએ. આ અનુસાર, ઈન્વેસ્ટમેન્ટનો સમય 15 વર્ષ હશે, તો 15 હજારની એસઆઈપી અને 15 ટકા વાર્ષિક રિટર્નના આધાર પર હોવુ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષમાં 1.8 લાખનું ઈન્વેસ્ટમેન્ટ
જો તમે દર મહિને 15 હજાર રૂપિયાની SIP કરો છો, તો એનો મતલબ કે તમે વાર્ષિક 1.8 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરો છો. આ રીતે તમે 15 વર્ષમાં કુલ 27 લાખ રૂપિયા જમા કરી શકશો. જો તેના પર વાર્ષિક 15 ટકા રિટર્ન મળે છે, તો 15 વર્ષ બાદ તમને 27 લાખ રૂપિયા એક કરોડ રૂપિયા કરતા વધારે મળશે. કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ માટે 15 વર્ષનો સમય આદર્શ ટન્યોર છે. આ દરમિયાન તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો પૂરતો ફાયદો મળે છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર કેલક્યુલેશન એક અંદાજ પર આધારિત છે. માર્કિટની સ્થિતિ ્ને તમારા પસંદ કરાયેલા મ્યુચ્યઅલ ફંડના આધાર પર રિટર્ન બદલાઈ શકે છે. 


ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આગામી ત્રણ કલાક માટે નવી આગાહી, 3 જિલ્લા પર મોટું સંકટ


કઈ બાબતથી રિટર્ન પર પડે છે અસર
માર્કેટમાં આવતા આવતા ઉતાર-ચઢાવની અસર શેર માર્કેટના આંકડા પર પર જોઈ શકાય છે. ઉતાર-ચઢાવની અસર તમારા મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન પર પણ પડે છે. જો તમે કોઈ મ્યુચ્યઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરો છો, તો આ રિટર્ન તમે પ્રભાવિત કરે છે. અલગ અલગ ફંડ, અલગ અલગ સંપત્તિમાં રૂપિયા ઈન્વેસ્ટ કરી શકો છો. તેમનું જોખમ પણ અલગ અલગ હોય છે. આ કારણે મળનારું રિટર્ન પણ અલગ અલગ હશે. માનવામાં આવે છે કે, તમે જેટલા લાંબા સમય માટે ઈન્વેસ્ટ કરો છો, તેટલું રિટર્ન સારું મળે છે.  


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદ


તમારી જરૂરિયાતના આધારે રોકાણ કરો
તમે તમારા રોકાણના લક્ષ્ય અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે લાંબા ગાળાનું ટાર્ગેટ અને પ્લાનિંગ  તો તમે તમારા પોર્ટફોલિયોમાં વધુ સ્ટોક રાખી શકો છો.  પરંતુ જો તમને તમારા નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર હોય તો તમે બોન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તમે તમારા પૈસા ક્યાં રોકાણ કરો છો તે તમારી જરૂરિયાતો પર આધાર રાખે છે. ધારો કે તમે નિવૃત્તિ માટે બચત કરી રહ્યા છો, તો તમે તમારા પૈસાનો મોટો હિસ્સો શેરોમાં રોકાણ કરી શકો છો. લાંબા ગાળે સ્ટોકમાંથી સારું વળતર મળવાની સંભાવના છે. પરંતુ જો તમે તમારા પૈસા બોન્ડમાં રોકાણ કરશો તો તમને ઓછું વળતર મળશે પરંતુ પૈસા સુરક્ષિત રહેશે.


આ ઉપરાંત, તમારે તમારી જોખમ લેવાની ક્ષમતા વિશે પણ વિચારવું જોઈએ. જે રોકાણકારો ઓછા જોખમને પસંદ કરે છે તેઓ બોન્ડ્સમાં રોકાણ કરવાનું સારું કરશે. પરંતુ જો તમે વધુ જોખમ લઈ શકો તો તમારા વળતરની શક્યતા વધી જાય છે.


દિલ્હીના માર્કેટનું સરોજિની નામ કેવી રીતે પડ્યું, જ્યાં 20 રૂપિયામાં મળે છે ટોપ