ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આગામી ત્રણ કલાક માટે નવી આગાહી, 3 જિલ્લા પર મોટું સંકટ

Gujarat Weather Update : રાજ્યમા આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી આવી ગી છે. આગામી ત્રણ કલાકમાં કચ્છ, દ્વારા અને પોરબંદરમા પવન સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે બોટાદ, સુરેન્દ્રનગર, સુરત, દમણ, નવસારી, ભરૂચ, ડાંગમા હળવા વરસાદની આગાહી છે. 

1/5
image

સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલીમાં વરસાદ નોંધાયો છે. તો ભાવનગર, મોરબી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં મેઘાએ બોલાવી ધડબડાટી બોલાવી છે. ખંભાળિયામાં 6 કલાકમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદરમાં 4 કલાકમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાણવડમાં 2, રાણાવાવમાં 1.5 ઈંચ વરસાદ, કચ્છના નખત્રાણા, ગારીયાધાર, દ્વારકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. 

2/5
image

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. સુરતના કામરેજ, માંગરોળ, વલસાડ, કપરાડામાં મેધમહેર થઈ છે. 

3/5
image

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.. .ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદે ઘડબડાટી બોલાવી છે.. ત્યારે દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ... તો પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ ખાબકતાં પાલિકાના પ્રિમેન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી હતી... તો રાજકોટના જસદણમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.. તો મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે... તો ભાવનગરના ગારિયાધારમાં પણ સારો વરસાદ વરસ્યો છે.... તો અમરેલીમાં કુકાવાવ, બાબરા પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો છે... 

અંબાલાલ પટેલની આગાહી  

4/5
image

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.   

5/5
image

તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.