અમદાવાદ: દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને લોકડાઉનના લીધે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. લોકડાઉનમાં આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવે છે તો કોઇ પણ જાતની તકલીફ વિના કામ કરી શકાય. વિશ્વમાં ચાલી રહેલી મહામારીના લીધે ભારતીય કંપનીઓ પણ વર્ક ફ્રોમ હોમ પ્રોવાઇડ કરી રહી છે. કેટલાક બિઝનેસમેન લોકડાઉનમાં પણ પોતાનો બિઝનેસ સરળતાથી કરી રહ્યા છે, તો બીજી તરફ શૈક્ષણિક કાર્ય પણ આસાનીથી ઓનલાઇન પાર પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આવો જાણીએ લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમનો અનુભવ કેવો રહ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીટા સોલ્યુશન્સના ચેરમેન અને ફાઉન્ડર ચેરમેન કિરણ સુતરિયાએ જણાવ્યું હતું કે " સીટા સોલ્યુશન્સ માટે લોકડાઉન સામાન્ય દિવસો જેવું જ છે, કારણકે અમે અગાઉથી જ "વર્ક ફ્રોમ હોમ" માટેનું પૂરતુ આયોજન અને તેને લગતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હતુ, આથી અમે લોકડાઉનના પહેલાજ દિવસથી અમારા કલાઈન્ટ્સને કોઈપણ વિક્ષેપ વગર સમયસર સેવા પુરી પાડીએ છે, જોકે આ પ્રકારની પરિસ્થિતિનો અનુભવ અમને પહેલા ક્યારેય નથી થયો છતાં અમારા કુશળ અને અનુભવી ટેકનિકલ અને અન્ય સ્ટાફ દ્વારા અસરકારક અને સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. સૌથી સારી બાબત એ છે કે અમારા ગ્રાહકોને સમયસર સેવા મળતી હોવાને કારણે તેમના કાર્યમાં કોઈ મુશ્કેલી પડતી નથી.


સાથે-સાથે એ પણ ચોક્કસ કહીશુ કે આ સમયે કામ પૂર્ણ કર્યા બાદ અમે પરિવાર સાથે સારી રીતે સમય પસાર કરીએ છીએ, આ સમય દરમ્યાન અમારા ઘણા કર્મચારીઓને તેમનામાં રહેલી સિંગીંગ, કુકીંગ, પેઇન્ટિંગ જેવી કળાઓ બહાર લાવવાની તક મળી છે. સીટા પરિવાર માટે"વર્ક ફ્રોમ હોમ" એક સારો અનુભવ છે. છેલ્લે હું એટલું જ કહીશ કે "અચાનક આવતી પરસ્થિતિને પહોંચી વળવા આયોજન કરો, અનુસાશિત બનો, ઘરમાં રહો સુરક્ષિત રહો."


ભારતીય સેનાના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારી કર્નલ રાહુલ શર્મા હાલમાં બિઝનેસ અને પરફોર્મન્સ કોચ તરીકે અમદાવાદમાં કાર્યરત છે, લોકડાઉન દરમ્યાન તેઓ "વર્ક ફ્રોમ હોમ"ના નિયમનું પાલન કરી કામ કરે છે, કર્નલ શર્મા જણાવે છે 'બિઝનેસ અને પરફોર્મન્સ કોચ' તરીકે મારે નાના મોટા ઉદ્યોગોના માલિકો, ઉચ્ચ અધિકારીઓ અને પ્રોફેશનલ્સને તેમના બિઝનેસ અને વ્યવસાયને સારી રીતે ચલાવવા અને આગળ વધારવા માટેના સલાહ સૂચનો આપવાના હોય છે અને સમયાંતરે તેમના બિઝનેસની વૃદ્ધિ અને ફેલાવાને લગતી યોજનાઓ માટે પણ માર્ગદર્શન આપવાનું હોય છે. 

લોકડાઉન દરમ્યાન અમે અમારા ક્લાઈન્ટસને વિવિધ ટેક્નોલોજી અને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સલાહ સૂચનો અને માર્ગદર્શન આપીએ છે, આધુનિક ટેક્નોલોજીની મદદથી આ સમયે ઘરેથી કામ કરવુ બહુ જ સરળ છે. સેલ્ફ ડિસિપ્લિન અને ટાઈમ  મેનેજમેન્ટ ખુબજ જરૂરી છે, તન અને મનને તંદુરસ્ત રાખવા માટે રોજ 40 મિનિટ કસરત, યોગ, અને પ્રાણાયામ નિયમિત રીતે કરુ છું. પરિવાર સાથે પણ સારો સમય પસાર કરું છું. 25 વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ આજે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવા હંમેશા તૈયાર રહું છું.- કર્નલ રાહુલ શર્મા, બિઝનેસ અને પરફોર્મન્સ કોચ.


અચાનક આવી પડેલી કોરોના મહામારીના કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સમય પહેલાજ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી, આ સમય "શાંતિ બિઝનેસ સ્કૂલ" માટે ચાલુ શૈક્ષણીક વર્ષના અભ્યાસક્રમનો આખરી સમય હોવાને કારણે "સમયસર કોર્ષ પૂરો કરવા ઉપરાંત એસેસમેન્ટ, સમર ઇન્ટર્નશિપ, પ્લેસમેન્ટ, નવા શૈક્ષણિક વર્ષ માટેના એડમીશન વગેરે મહત્વપૂર્ણ કાર્ય સમયસર અને સારી રીતે પૂર્ણ કરવા માટે તુરંત આયોજન કરવામાં આવ્યું, "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના દરેક કર્મચારીને તેના કૌશલ્ય પ્રમાણે કામ સોંપવામાં આવ્યું છે. 

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી "દરેક કર્મચારી લોકડાઉનની ગાઈડલાઈન પ્રમાણે "વર્ક ફ્રોમ હોમ" નિયમનું પાલન કરી પોતાના ઘરેથી સારી રીતે કામ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓના બાકી રહેલ કોર્ષ ઓન લાઈન ટેક્નોલોજીની મદદથી પૂરા કરવામાં આવી રહ્યા છે તેમજ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ  પુરુ પાડવામાં આવી રહ્યું છે. "ઉપરાંત માનવતાના ધોરણે કેમ્પસમાં જ રહી કામ કરતા સફાઈ કર્મી, ચોકીદાર, માળી, કેન્ટીન સ્ટાફ વગેરેને રહેવા, જમવા અને સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે." આ સમયે આપણે બધા લોકડાઉનના નિયમોનું કડક પાલન કરી ઘરમાં રહીને કામ કરીશું તો જરૂર સુરક્ષિત રહીશું.- ડૉ. નેહા શર્મા, ડિરેક્ટર, શાંતિ બિઝનેસ સ્કૂલ
[[{"fid":"262148","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અચાનક આવી પડેલા લોકડાઉનમાં "વર્ક ફ્રોમ હોમ" કોન્સેપટ એક સ્ટોક બ્રોકિંગ કંપની તરીકે અમારા માટે પડકાર હતો, છતા ખુબજ થોડા સમયમાં બિલાઈન બ્રોકિંગ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરી "વર્ક ફ્રોમ હોમ" કલ્ચર અપનાવી અમે સ્ટોક બ્રોકિંગ સેવાઓ અમારા ગ્રાહકો માટે ચાલુ  રાખી, સાથે સાથે નિયમન કારી સંસ્થાઓના ધારા ધોરણોનું પાલન કરી ખૂબજ સંતોષકારક સેવાઓ પૂરી પાડી રહ્યા છે. 

પે-ઈન અને પે-આઉટની પ્રોસેસ સાથે-સાથે સોદા કન્ફર્મેશન, અને રિસર્ચ ટ્રેડિંગ સલાહો અમે સબબ્રોકર થી લઈને દરરોજના ગ્રાહકો સુધી પોહચાડવા અને વન ટુ વન કોન્ટેક માટે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો પૂરતો ઉપયોગ કરી રહ્યા  છે.
લોકડાઉન દરમ્યાન સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમોનું પાલન કરો અને  સુરક્ષિત રહો.- વનેશ પંચાલ, ડિરેક્ટર, બિલાઈન બ્રોકિંગ