નવી દિલ્હીઃ આ વર્ષે સૌથી વધુ નુકસાન સહન કરનાર ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના (Gautam Adani) શેરમાં ફરી તેજી જોવા મળી રહી છે. જેની અસર તેમની નેટવર્થ પર પણ પડી રહી છે અને અમીરોની યાદીમાં તેમનું કદ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે અબજોપતિઓની યાદીમાં (Billionaires List) 25મા સ્થાને હતા, જેમને હવે ચાર સ્થાનની છલાંગ લગાવી દીધી છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં $1.73 બિલિયન (રૂ. 14,142 કરોડથી વધુ)નો વધારો થયો છે. માત્ર અદાણી જ નહીં મુકેશ અંબાણીની નેટવર્થ (Mukesh Ambani Net Worth) પણ વધી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી અમીરોની યાદીમાં 21મા નંબરે છે
Bloomberg Billionaires Index અનુસાર, ગૌતમ અદાણીની કુલ નેટવર્થ (Gautam Adani Net Worth) વધીને $59.7 બિલિયન થઈ ગઈ છે. તેમની સંપત્તિમાં 14,142 કરોડ રૂપિયાથી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે. આ ઝડપ સાથે તેઓ હવે વિશ્વના અબજોપતિઓની યાદીમાં 21મા સ્થાને પહોંચી ગયા છે. શેરબજારમાં (Share Market) લિસ્ટેડ અદાણીની 10 કંપનીઓમાંથી પાંચમાં સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે પણ વધારો જોવા મળ્યો હતો.  જે શેરમાં તેજી આવી છે એમાં Adani Enterprises Ltd, Adani Power Ltd, Adani Wilmar Ltd, ACC Ltd અને Ambuja Cements Ltdનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ Property News: શું પ્રોપર્ટી ગિફ્ટ કર્યા પછી પાછી લઈ શકાય? જાણો શું છે નિયમો


અદાણીને 2023માં મોટો ઝટકો લાગ્યો 
સંપત્તિમાં આ મોટા ઘટાડા પાછળ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગનો અહેવાલ છે, જે 24 જાન્યુઆરી 2023ના રોજ પ્રકાશિત થયો હતો. અદાણી ગ્રૂપ પર દેવા અને શેરોમાં હેરાફેરીનો આરોપ લગાવતો આ અહેવાલ પ્રકાશિત થયો તે પહેલાં, ગૌતમ અદાણી ટોપ-10 અબજોપતિઓની (Top-10 Billionaires List)યાદીમાં ચોથા સ્થાને હતા અને અહેવાલ જાહેર થયા પછી શેરબજારમાં પતનને કારણે, તેઓ 37માં નંબરે આવી ગયા હતા. જો કે હવે તેઓ ફરીથી કમબેક કરતા જોવા મળી રહ્યા છે.


મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે
અમીરોની યાદીમાં માત્ર ગૌતમ અદાણી જ નહીં પરંતુ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની (Mukesh Ambani) દબદબો પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં અંબાણીની સંપત્તિમાં $620 મિલિયન અથવા 5070 કરોડથી વધુનો વધારો થયો છે અને તેમની સંપત્તિ વધીને $82.3 બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે નાણાં ગુમાવવાની વાત કરીએ તો, મુકેશ અંબાણીને વર્ષ 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં $4.82 બિલિયન અથવા રૂ. 39,413 કરોડથી વધુનું નુકસાન થયું છે.


આ પણ વાંચોઃ સોનાના કિંમતમાં આગ ઝરતી તેજી, જાણો ભાવમાં ભડકા પાછળ શું છે કારણ


અંબાણી 12મા સૌથી અમીર છે
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં થયેલા આ વધારાને કારણે તેઓ હવે અબજોપતિઓની યાદીમાં 12મા નંબરે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે અંબાણી લાંબા સમયથી ટોપ-10ની યાદીમાં સામેલ છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે અને તેની કુલ બજાર મૂડી 15.98 લાખ કરોડ રૂપિયા છે.


બંને અબજોપતિઓની સંપત્તિમાં આ તફાવત
સપ્ટેમ્બર 2022માં ગૌતમ અદાણી લગભગ $150 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના બીજા નંબરના અમીરોના સ્થાને પહોંચ્યા અને 2023 ની શરૂઆતમાં તેમની સંપત્તિ લગભગ $120 બિલિયન હતી. જ્યારે મુકેશ અંબાણી સંપત્તિના મામલામાં તેમનાથી ઘણા પાછળ હતા. બીજી તરફ મુકેશ અંબાણીની સંપત્તિ અદાણીની નેટવર્થ કરતાં ઘણી આગળ વધી ગઈ છે. બંને અબજોપતિઓની નેટવર્થમાં ગેપ 22.6 બિલિયન ડોલર થઈ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube