Gold Rate Today સોનાના કિંમતમાં આગ ઝરતી તેજી, જાણો ભાવમાં ભડકા પાછળ શું છે કારણ
Gold Silver Rate Today 26 April 2023: MCX પર સોનાનો ભાવ શરૂઆતમાં 60200 રૂપિયાને પાર પહોંચ્યો હતો જો કે ગણતરીની પળોમાં ગગડ્યો અને 60170 રૂપિયા થયો હતો. MCX સિલ્વર 74300 પાર ગઈ.
Trending Photos
Gold Silver Rate Today 26 April 2023: અઠવાડિયાના ત્રીજા દિવસે સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ હાલ 60,400 ઉપર જોવા મળી રહ્યા છે. ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 74300 ઉપર છે. અમેરિકામાં મંદીની વધતી આશંકાના પગલે બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી રહી છે. જેની ભાવ પર અસર પડી રહી છે. આ જ કારણ છે કે આજે પણ સોનાના ભાવમાં તેજી છે. MCX પર સોનાનો ભાવ શરૂઆતમાં 60200 રૂપિયાને પાર પહોંચ્યો હતો જો કે ગણતરીની પળોમાં ગગડ્યો અને 60170 રૂપિયા થયો હતો. MCX સિલ્વર 74300 પાર ગઈ.
લેટેસ્ટ સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 25મી એપ્રિલના રોજ શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામના 60078 પર બંધ થયો હતો જ્યારે આજે 356 રૂપિયાના વધારા સાથે 60434 રૂપિયાના સ્તરે પહોંચ્યો. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 355 રૂપિયાના વધારા સાથે 60192ના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું સોનું 327 રૂપિયાના વધારા સાથે 55358 રૂપિયાના સ્તરે છે. 750 પ્યોરિટીવાળું સોનું 267 રૂપિયાની તેજી સાથે 45326ના ભાવે વેચાઈ રહ્યુ છે. 585 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું 208 રૂપિયાના વધારા સાથે 35354ના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો રૂપિયાના વધારા સાથે એક કિલોના 74315 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે.
ગ્લોબલ બુલિયન માર્કેટના હાલ
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતોમાં તેજ એક્શન છે. કોમેક્સ પર સોનું 2005 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 25 ડોલર પ્રતિ ઔંસને પાર પહોંચી ગયું છે. ગ્લોબલ બુલિયન માર્કેટમાં હલચલનું મોટું કારણ અમરિકી ઈકોનોમિક આંકડા છે. આ ઉપરાંત બોન્ડ યીલ્ડમાં નબળાઈ અને ડોલરની મજબૂતીથી બુલિયન માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. કારણ કે નબળા બોન્ડ યીલ્ડથી સપોર્ટ મળી રહ્યો છે જ્યારે મજબૂત ડોલરથી દબાણ વધી રહ્યું છે.
એક્સપર્ટનો મત
અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસમા રિપોર્ટમાં કોમોડિટી માર્કેટના જાણકારી અને IIFL સિક્યુરિટીઝના વાઈસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તાને ટાંકીને કહેવાયું છે કે આગળ સોના અને ચાંદી બંનેના ભાવમાં તેજી જોવા મળી શકે છે. MCX પર સોનાનો જૂન કોન્ટ્રાક્ટ 60300 સુધી પહોંચી શકે છે. આ માટે 59550 રૂપિયાનો સ્ટોપ લોસ છે. MCX ચાંદીનો જુલાઈ કોન્ટ્રાક્ટ 76200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. આ માટે 74400 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે