નવી દિલ્હીઃ Hurun Global Rich List 2021: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) વિશ્વના 8માં સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. આ વાત હુરૂનની ગ્લોબલ રિચ લિસ્ટ 2021મા સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ 24 ટકા વધી છે અને હવે તેઓ 83 અબજ ડોલરના માલિક છે. આ ભારતીય કરન્સીમાં 6.09 લાખ કરોડ રૂપિયાની નજીક થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા ક્યા ભારતીય અબજોપતિઓએ લિસ્ટમાં બનાવી જગ્યા
હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2021મા જગ્યા બનાવનાર અન્ય ભારતીય અબજોપતિઓમાં ગૌતમ અદાણી તથા પરિવાર  (2.34 લાખ કરોડ રૂપિયાની સંપત્તિની સાથે 48મો ક્રમ), શિવ નાદર તથા પરિવાર (1.94 લાખ કરોડ રૂપિયાની સંપત્તિની સાથે 58મો ક્રમ), લક્ષ્મી એન મિત્તલ (1.40 લાખ કરોડ રૂપિયાની સાથે 104મો રેન્ક), સાઇરસ પૂનાવાલા (1.35 લાખ કરોડ રૂપિયાની સાથે 113મો રેન્ક) સામેલ છે. 


આ પણ વાંચોઃ Petrol Diesel Prices Today: હવે સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! સરકાર આ અંગે કરી રહી છે તૈયારી, 15 માર્ચ સુધીમાં જાહેરાત?


ભારતમાં પાછલા વર્ષે 50 નવા અબજોપતિ બન્યા
હુરૂનની લિસ્ટ પ્રમાણે હવે ભારતમાં 209 અબજોપતિ છે, તેમાંથી 177 ભારતમાં રહે છે. તો અમેરિકામાં અબજોપતિઓની સંખ્યા 689 થઈ ગઈ છે. ભારતમાં પાછલા વર્ષે 50 લોકો બિલિયેનિયર ક્લબમાં સામેલ થયા. ભારતીયોમાં પાછલા વર્ષે સંપત્તિમાં સૌથી વધુ ગ્રોથ Zscaler ના જય ચૌધરીએ કર્યો છે. તેમની સંપત્તિ 271 ટકા વધીને 96000 કરોડ રૂપિયા થઈ ગઈ. જય ચૌધરી બાદ અદાણી ગ્રુપના શાંતિલાલ અદાણી રહ્યા, જેની સંપત્તિ 128 ટકા વધીને 72000 કરોડ રૂપિયા થઈ ગઈ. 


આ પણ વાંચોઃ CNG-PNG Prices Today: વધી ગયા CNG, PNG ના ભાવ તો શું? આ રીતે મળશે કેશબેક અને ડિસ્કાઉન્ટ


લિસ્ટમાં કોણ રહ્યું ટોપ પર
હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2021માં ટોપ પર ટેસ્લાના એલન મસ્ક રહ્યા. તેમની સંપત્તિ એક વર્ષની અંદર 328 ટકા વધીને 197 અબજ ડોલર થઈ ગઈ. માત્ર એક વર્ષમાં મસ્કની સંપત્તિમાં 151 અબજ ડોલરનો વધારો થયો. હુરૂનની લિસ્ટમાં સામેલ ત્રણ લોકો એવા છે, જેણે માત્ર એક વર્ષમાં પોતાની સંપત્તિમાં 50 અબજ ડોલરનો વધારો થયો છે. તેમાં એલન મસ્ક સિવાય એમેઝોનના જેફ બેજોસ, અને  Pinduoduo ના Colin Huang સામેલ છે. 


જૈક માએ ચીનના સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ ગુમાવ્યો
અલીબાબાના ફાઉન્ડર જૈક મા (Jack Ma) ચીનના સૌથી ધનીક વ્યક્તિ રહ્યા નથી. 2021ની હુરૂનની લિસ્ટમાં તેઓ ચોથા સ્થાને પહોંચી ગયા છે. હવે ચીનના સૌથી ધનવાન વ્યક્તિ બોટલબંધ પાણી બનાવનારી Nongfu Spring  ના Zhong Shanshan થઈ ગયા છે. બીજા નંબરે Tencent Holding ના  Pony Ma અને ત્રીજા નંબર પર  Pinduoduo ના Colin Huang છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube