CNG-PNG Prices Today: વધી ગયા CNG, PNG ના ભાવ તો શું? આ રીતે મળશે કેશબેક અને ડિસ્કાઉન્ટ
પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Prices) પહેલાથી જ આકાશે છે, ગઇકાલ LPG સિલિન્ડરના ભાવ પણ 25 રૂપિયા વધ્યા, ત્યારબાદ CNG, PNG ના ભાવ પણ વધી ગયા છે. મોંઘવારીના ચારેયતરફના મારથી રાહત ક્યારે મળશે તે તો ખબર નથી પરંતુ તમે CNG, PNG ના ભાવથી રાહત મેળવી શકો છો
Trending Photos
નવી દિલ્હી/ CNG-PNG Prices Today: પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol Diesel Prices) પહેલાથી જ આકાશે છે, ગઇકાલ LPG સિલિન્ડરના ભાવ પણ 25 રૂપિયા વધ્યા, ત્યારબાદ CNG, PNG ના ભાવ પણ વધી ગયા છે. મોંઘવારીના ચારેયતરફના મારથી રાહત ક્યારે મળશે તે તો ખબર નથી પરંતુ તમે CNG, PNG ના ભાવથી રાહત મેળવી શકો છો.
CNG, PNG ના ભાવ વધ્યા
ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે (IGL) કહ્યું છે કે, દિલ્હી એનસીઆરમાં સીએનજીના ભાવમાં 70 પૈસા/ કિલોગ્રામ વધ્યા છે. દિલ્હીમાં સીએનજીના ભાવ અત્યારે 43.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ત્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજી 49.08 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે.
આ પણ વાંચો:- GST Collection: ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનમાં 7%ની વૃદ્ધિ, 1.13 લાખ કરોડ રૂપિયાનો કુલ સંગ્રહ
દિલ્હી એનસીઆરમાં PNG ના ભાવમાં IGL એ 91 પૈસનો વધારો કર્યો છે. દિલ્હીમાં PNG ની નવી કિંમત 28.41 રૂપિયા/ scm થઈ ગઇ. તમને જણાવી દઇએ કે, CNG અને પાઇપ દ્વારા ઘર સુધી રસોડામાં પહોંચતો ગેસના (PNG) વધતા ભાવ આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે.
જો કે, CNG, PNG ના વધતા ભાવથી તમે રાહત મેળવી શકો છો. તે માટે તમારે કેટલીક વસ્તુ કરવી પડશે. આ રીત પણ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે (IGL) પોતાના ગ્રાહકોને ટ્વિટર પર જણાવ્યું છે. એટલે કે, દર્દ પણ આપ્યુ છે તો દવા પણ IGL એ જ જણાવી છે.
આ રીતે મળશે સસ્તામાં CNG અને PNG
1. ઘરેલું PNG ગ્રાહક જો વધેલી કિંમતથી રાહત મેળવવા માંગે છે તો તેમણે IGL Connect મોબાઇલ એપનો ઉપયોગ કરવાનો રહેશે. તે આ એપ દ્વારા સેલ્ફ બિલિંગ ઓપ્શનને સિલેક્ટ કરે છે તો તેમને 15 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે.
2. જેઓ સીએનજીના ભાવમાં વધારાને લઇને ચિંતિત છે, તેમના માટે આઇજીએલ ઓફર લઇને આવ્યું છે. જો તમે નોન પીક અવર એટલે કે સવારે 11 થી સાંજના 4 થી બપોરે 12 થી 6 દરમિયાન સીએનજી ભરવા માટે આઈજીએલના સ્ટેશન પર જાઓ છો, તો તમને પ્રતિ કિલો 50 પૈસાની કેશબેક મળશે. આ કેશબેક મેળવવા માટે, તમારે આઈજીએલ સ્માર્ટ કાર્ડ્સથી ચુકવણી કરવી પડશે.
3. સીએનજીના ભાવમાં દિલ્હી-એનસીઆરમાં ચોક્કસપણે વધારો થયો છે, પરંતુ ગુરુગ્રામમાં દરોમાં વધારો કરવામાં આવ્યો નથી, કિલો દીઠ રૂ. 53.40 સ્થિર છે. તેથી અહીંના લોકોએ રાહત અનુભવી છે, તેમ છતાં દિલ્હીના મુકાબલે ગુરુગ્રામમાં સીએનજી 10 રૂપિયા પ્રતિ કિલો મોંધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે