નવી દિલ્હી: એક પછી એક થઇ રહેલા લોન ફ્રોડના ખુલાસાથી દેશની બેંકોની સાખ પર સવાલ ઉભો થયો છે. માલ્યા, નીરવ, ચોક્સી જેવા નામોની સાથે હવે જેપી ગ્રુપનું નામ જોડાઇ ગયું છે. આ વખતે ફ્રોડનો શિકાર સરકારી નહી પરંતુ પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ ICICI બેંક થઇ છે. જેપી ઇંફ્રાના રેલ્યોલૂશન પ્રોફેશનલને ICICI પર ગંભીર આરોપ લગાવ્યો છે. બેંક પર છેતરપિંડી અને ખોટા ટ્રાંજેક્શનનો આરોપ લાગ્યો છે. ઝી બિઝનેસને મળેલી એક્સક્લૂસિવ માહિતી અનુસાર આ મામલો જેપી એસોસિએટ્સને જમીનના બદલામાં લોન આપવાનો છે. ICICI પર આરોપ લાગ્યો છે કે તેણે પુરી તપાસ કર્યા વિના જેપી એસોસિએટ્સને લોન આપી. બેંકે ગ્રુપને એવી જમીનના બદલામાં લોન આપી જે કંપનીની ન હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HDFC એ ગ્રાહકો આપ્યો મોટો આંચકો, ઘર ખરીદનારાઓને હવે આપવા પડશે વધુ નાણાં


જમીનના બદલામાં 600 કરોડની લોન
દેવાળીયા કાનૂન પ્રક્રિયામાં પસાર થઇ રહેલી કંપની જેપી ઇંફ્રાના રેજ્યોલૂશન પ્રોફેશનલે આરોપ લગાવ્યો છે કે છેતરપિંડી અને ખોટા ટ્રાંજેક્શનના માધ્યમથી તેની પેરેંટ કંપની જેપી એસોસિએટ્સને લોન આપવામાં આવી છે. આરોપ છે કે ICICI બેંકના નેતૃત્વવાળા બેંકોના કોમર્શિયલને જેપી ઇંફ્રાની જમીનના બદલામાં તેની પેરેંટ કંપની જેપી એસોસિએટ્સને લોન આપી. ICICI બેંકે જેપી એસોસિએટ્સને કુલ 6,600 કરોડની લોન આપી. તો બીજી તરફ ગિરવે મૂકેલી જમીનની વેલ્યૂ લગભગ 5 થી 6 હજાર કરોડ રૂપિયા છે.

121 પહેલાં PNBમાં થયું હતું કૌભાંડ, લાલા લાજપત રાયે ખોલી હતી પોલ


ઘર ખરીદનારોની સંપત્તિ હડપવાનો આરોપ
IRP એ આ આરોપ અલ્હાબાદ NCLT માં સુનાવણી દરમિયાન લગાવી. IRP એ લોન માટે 858 એકર જમીનને ગિરવે મુકવાને છેતરપિંડી ગણાવી અને આરોપ લગાવ્યો કે ઘર ખરીદનારાઓની સંપત્તિને હડપવાનું કાવતરું છે. આ કેસની NCLT માં 2 એપ્રિલે સુનાવણી થઇ હતી. IRP ના સવાલો પર NCLT એ ICICI બેંક પાસે 7 દિવસોમાં જવાબ માંગ્યો છે. કેસ સુનાવણી આગામી 24 એપ્રિલના રોજ થશે.

PNBનું છે પાકિસ્તાની કનેક્શન! જવાહરલાલ નહેરુ-મહાત્મા ગાંધીના પણ હતાં તેમાં ખાતા


જેપી એસોસિએટ્સે આરોપનું ખંડ
જોકે જેપી એસોસિએટ્સે  IRP ના આરોપોનું ખંડન કર્યું છે. જેપી એસોસિએટ્સના અનુસાર લોન લેવા માટે સબ્સીડિયરીની જમીનનો ઉપયોગ કરવો ખોટું છે.  NCLT એ જેપી એસોસિએટ્સની ગિરવે મુકેલી જમીન પર લોન આપવા મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. 


ઝી બિઝનેસના સવાલ


  • શું લોન આપતાં પહેલાં ICICI Bank એ તપાસ ન કરી?

  • કેવી રીતે ICICI બેંકે બીજી કંપનીની જમીન પર જેપી એસોસિએટ્સને લોન આપી દીધી?

  • જેપી એસોસિએટ્સે પણ કેવી રીતે ડૂબી રહેલી સબ્સીડિયરીની જમીનને ગિરવે મુકે દીધી?

  • જેથી JP Infra ના લેણદાર, બેંક અને ખરીદદારના નુકસાનની ભરપાઇ કોણ કરશે?

  • કોમર્શિયલમાં સામેલ એસબીઆઇ બેંક અને બેંક ઓફ બરોડા જેવી 12 બેંકો શું કરી રહી હતી?


જેપી પર કુલ કેટલી લોન?
જેપી એસોસિએટ્સની માર્કેટ કેપ લગભગ 5,156 કરોડ છે જ્યારે કંપની પર કુલ લેણું 39 હજાર કરોડ રૂપિયા છે. માલ્યા અને નીરવ જેવા ફ્રોડથી સરકારી બેંકોની સાખ પર સવાલ ઉદભવ્યા છે. ત્યારે મોટી સંખ્યા લોકોએ બેકિંગ સેક્ટરને પ્રાઇવેટ હાથોમાં વકાલત કરી હતી. પરંતુ આ નવા કૌભાંડે દેશની પુરી બેકિંગ સેક્ટર પર સવાલોને ઘેરામાં લાવી દીધા છે.