નવી દિલ્હી:  ICICI Bank FD Interest Rate : નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલાં પ્રાઇવેટ સેક્ટરના આઇસીઆઇઆઇ બેંકે પોતાના ગ્રાહકોને ખુશખબરી આપી છે. ગત થોડા દિવસો પહેલાં એચડીએફસી બેંક તાફથી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધાર્યા બાદ આઇસીઆઇસી બેંકએ પણ વ્યાજ દર વધારી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી જ લાગૂ થશે નવા રેટ
બેંક તરફથી વ્યાજ દરમાં 5-10 બેસિસ પોઇન્ટનો ઉપયોગ બેસિસ પોઇન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. નવા રેટ 22 માર્ચથી લાગૂ થઇ ગયા છે. વ્યાજદરમં વધારાનો ફાયદો 2 થી 5 કરોડ રૂપિયાની જમા પર મળશે. બેંક તરફથી એક વર્ષથી 2 વર્ષની અવધિવાળા એફડી પર વ્યાજ દર વધારવામાં આવી છે. બેંકએ બાકી એફડીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. 


ફિક્સ ડિપોઝિટ પર આ છે નવા રેટ
એક વર્ષથી 389 દિવસ અને 390 દિવસથી 15 મહિનાથી ઓછી અવધિવાળી એફડી પર 4.15 ટકાનું વ્યાજ મળશે. પહેલાં આ ટેન્યોર માટે 4.05 ટકા વ્યાજ મળતું હતું. આ પ્રકારે 15 મહિના થી 18 મહિનાથી ઓછી અવધિવાળી એફડી પર 4.20 ટકા વ્યાજ મળશે. આ ટેન્યોર પર પહેલાં 4.10 ટકાનું વ્યાજ મળતું હતું. 


2 વર્ષથી ઓછા પર 4.30 ટકાનું વ્યાજ
આ ઉપરાંત બેંક તરફથી 18 મહિનાથી વધુ અને 2 વર્ષથી ઓછી અવધિવાળા એફડી પર વ્યાજ દર વધારીને 4.30 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલાં આ 4.25 ટકા હતો. ICICI બેંકે બાકી ટેન્યોરવાળી એફડીના રેટમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. 


લાંબી અવધિની જમા પર વ્યાજ દર
ICICI બેંક 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ અને 5 વર્ષ 1 દિવસથી માંડીને 10 વર્ષની અવધિ સુધી ફિક્સ ડિપોઝિટ પર 4.6 ટકાથી વ્યાજની ઓફર કરી રહી છે. આ દરમિયાન 271 દિવસથી એક વર્ષથી ઓછી એફડી પર વ્યાજ દર 3.70 ટકા છે. 


તો બીજી તરફ 185 દિવસથી 270 દિવસના ટેન્યોર પર 3.6 ટકાનો વ્યાજ દર છે. 91 થી 184  દિવસની અવધિ પર વ્યાજ દર 3.35 ટકા છે. 61 ટકાથી 90 દિવસની અવધિવાળી એફડી પર 3 ટકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube