નવી દિલ્હી: જો તમે  ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો ICICI હોમ ફાઇનાન્સ તમારા માટે ખાસ સ્કીમ લઇને આવી છે. આ સ્કીમ દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કુશળ કારીગરો માટે છે. તેનું નામ 'અપના ઘર ડ્રીમ્સ' છે. તેના હેઠળ 2 લાખ રૂપિયાથી માંડીને 50 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના અનુસાર યોજના શહેરમાં કામ કરનાર મિસ્ત્રી, દરજી, પેન્ટર, બિલ્ડીંગનું કામ કરનાર, પ્લમ્બર, મિકેનિક, મશીન ઓપરેટર, લધુ અને મધ્યમ ઉદ્યોગ કરનાર દુકાનદારો માટે છે. 


17 September Gold Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો MCX નો ભાવ


ICICI હોમ ફાઇન્સએ કહ્યું કે લોન યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર તે લોકો માટે છે જે પોતાનું ઘર ખરીદવા માંગે છે પરંતુ તેમની પાસે તે દસ્તાવેજ નથી, જેની સામાન્ય રીતે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન આપવા માટે લેવામાં આવે છે. આ યોજના હેઠળ ગ્રાહક 20 વર્ષ માટે લોન લઇ શકે છે.


દસ્તાવેજના રૂપમાં તેમને ફક્ત પાનકાર્ડ, આધારકાર્ડ અને છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આપવું પડશે. 5 લાખ રૂપિયા સુધીની લોન માટે ન્યૂનતમ 1,500 રૂપિયા જ્યારે 5 લાખ રૂપિયાથી વધુની લોન માટે ન્યૂનતમ 3,000 રૂપિયા સુધી ખાતામાં હોવા જોઇએ. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube