પોતાનો ધંધો શરૂ કરવો છે, પણ રૂપિયા નથી તો સરકારની આ સ્કીમનો ઉઠાવો લાભ
PM Svanidhi Yojana: PM Svanidhi Yojana: જો તમે કોઈ ધંધો કરવા ઈચ્છો છો અને તમને તે વ્યવસાય માટે લોનની જરૂર છે અને તમે ઈચ્છો છો કે તમને સરળતાથી લોન મળી શકે, તો આ માટે સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, જેથી લોકોને સરળતાથી લોન મળી શકે. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં તમે ગેરંટી વગર લોન મેળવી શકો છો. ત્યારે આ કઈ સ્કીમ છે આવો જાણીએ...
PM Svanidhi Yojana: તમે કોઈ ધંધો કરવા માંગો છો અને તમેને વ્યવસાય માટે આરામથી લોન મળી જાય તે માટે સરકારે ઘણી યોજનાઓ તો અમલમાં મૂકી છે. ત્યારે આપણે જાણીશું એક એવી સ્કીમ વિશે... આ યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના છે.. ત્યારે આવો અમે તમને જણાવીએ કે તમે આ સ્કીમથી કેવી રીતે લોન લઈ શકો છો.... .
શું છે પીએમ સ્વનિધિ યોજના?
સરકારે આ યોજના એવા લોકો માટે શરૂ કરી છે,,, જેઓ રસ્તા પર સામાન વેચે છે જેમ કે શાકભાજી વિક્રેતા કે નાની ફાસ્ટ ફૂડની દુકાનોવાળા માટે... જેથી તેઓ તેમની વ્યવસાયમાં વધારો કરી શકે અને લોન લઈને વ્યવસાયને આગળ લઈ જઈ શકે છે....
લોન માટે ગેરંટીની કોઈ જરૂરિયાત નથી
આ યોજનાથી લોન લેવા માટે કોઈ ગેરંટી લેવાની જરૂર નથી, બેંકમાંથી લોન પાસ કર્યા પછી, પૈસા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે અને કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 47 લાખ લોકોએ આ સ્કીમ માટે અરજી કરી છે. લોન મેળવીને તમારો વ્યવસાય વધારવામાં મદદ કરે છે
કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ?
આ યોજનાનો લાભ શાકભાજી વિક્રેતાઓ, ફળ વિક્રેતાઓ અને નાની ફાસ્ટ ફૂડની દુકાનો,ચા વેચવાવાળા ધોબીઓ, શેરી વિક્રેતાઓ જેવી નાની નોકરી કરતા લોકોને ઉપલબ્ધ છે, આ તમામ લોકો લાભ લઈ શકે છે.
કઈ રીતે મળી શકે છે 50 હજારની લોન?
આ સ્કીમમાં તમને 50 હજારની લોન મળે છે, પરંતુ આ લોન એકસાથે મળતી નથી, પ્રથમ વખત તમને 10,000 રૂપિયા મળશે, તે ચૂકવ્યા પછી, તમને બીજી અને ત્રીજી વખત 20 હજાર રૂપિયા મળશે. તમને 50,000 હજાર રૂપિયા મળશે અને તેમાં પણ સરકાર તરફથી સબસિડી પણ મળે છે
આધાર કાર્ડ હોવું જરૂરી છે
આ યોજનાનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.. તો જ તમે કોઈપણ બેંકમાં જઈને આ યોજનાનો લાભ લઈ શકો છો.