Aadhaar Card Photo Change: શું આધાર કાર્ડ પરનો તમારો ફોટો સારો નથી લાગતો ? તો હવે રાહ કોની જોઈ રહ્યા છો તેને બદલો, આ રહ્યો સૌથી સહેલો રસ્તો.. આ રહી સરળ રીત. તો ચાલો આપણે જાણીએ કે આધારકાર્ડ પરનો ફોટો કેવી રીતે સરળતાથી બદલી શકાય છે. જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડમાં રહેલો તમારો ફોટો ઘણો ગંદો છે અને તમને નથી ગમતો, તો તમે તેને ખુબ સરળ રીતે બદલાવી શકો છો. તમને જણાવી દઈએ કે, આજના સમયમાં આધાર કાર્ડ સરકારી સુવિધાઓનો લાભ લેવા કે આઈકાર્ડ માટેનો એક ઘણો જ જરૂરી પુરાવો છે. એવામાં આધાર કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ અપડેટની જાણકારી લોકોને જરૂર ખબર હોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઑનલાઇન સુવિધા પ્રદાન કરતી હતી, પરંતુ હવે ઑનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામાં બદલવા માટે ઉપલબ્ધ છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઇ-મેઇલ સરનામું અને ફોટોગ્રાફ બદલાવ જેવા અન્ય ફેરફારો માટે, તમારે ઑફલાઇન પ્રક્રિયા કરવી પડશે.


હોમ લોન માટે અરજી કરતાં પહેલાં કરો યોગ્ય તૈયારી , ક્યારેય બેન્ક નહીં કરી શકે કેન્સલ


Gautam Adani: પત્ની સાથે રમી રમવું પસંદ છે અદાણીને, ફ્રી હોય ત્યારે કરે છે આ કામ


KYC અપડેટ કરાવવા બેંકોમાં જવાની જરૂર નથી: RBIએ ઘરબેઠા કરવાની સુવિધા આપી, આ રીતે કરો

- સૌ પહેલાં આપ UIDAI ની ઓફિશિયલ વેબસાઇટને ઓપન કરો.
- ત્યાર બાદ Get Aadhaar પર ક્લિક કરો. તેમાં અનેક વિક્લ્પ મળશે જેમાં BOOK AN APPOINTMENT પર ક્લીક કરો 
- તેમાં આપને બે વિકલ્પ મળશે Book an Appointment at UIDAI run Aadhaar Seva Kendra   
- અને બીજો Book an Appointment at Registrar run Aadhaar Seva Kendra નીચે PROCEED  TO BOOK APPOINMENT પર કલીક કરો 
- ક્લીક કર્યા બાદ ONLINE ADHAR SERVICES પેજ ખુલશે તે પેજમાં આપને INDIAN RESIDENT  અને NON RESIDENT INDIAN  આ બંન્ને ઓપ્શન દેખાશે જેમાંથી એક પર ક્લીક કરીને આપનો રજીસ્ટર - મોબાઈલ નંબર એન્ટર કરો અને કેપ્ચા કોડ એન્ટર કરો  
- ત્યારબાદ SEND  OTP નુ આપને ઓપ્શન દેખાશે તેના પર ક્લીક કરશો એટલે એક OTP  આપના રજીસ્ટર મોબાઈલ નંબર પર આવશે 
- OTP આપને ENTER OTP ના ખાનામાં એન્ટર કરી વેરીફાઈ કરી SUBMIT OTP &PROceed પર ક્લીક કરો 
- ત્યારબાદ એક પેજ ઓપન થશે જેમાં NEW ENROLMENT અને UPDATE ADHAR  આવશે 
- જેમાં આધારકાર્ડનો ફોટો બદલવા માટે અપડેટ આધાર પર ક્લીક કરો 
- ક્લીક કર્યા બાદ ENTER DETAILS AS PER ADHAR પર તમારુ નામ અને આધાર નંબર એડ કરો જેમાં નીચેના ખાનામાં તમને પૂછવામા આવશે
- What Do You Want To Update તમારે તમારા આધારમાં કઈ નામ જેન્ડર જન્મતારીખ મોબાઈલ નંબર ઈ-મેલ આઈડી એડ્રરેસ કે બાયોમેટ્રીક  નીચે આપને ઘણા ઓપ્શન આપેલા હશે
- આપે ફોટો બદલવા માટે  બાયોમેટ્રીક પર ક્લીક કરવાનુ રહેશે એ પછી પ્રોસેસ પર ક્લીક કરી ok પર ક્લીક કરશો તો તમારી પૂરી માહિતિ આપને બતાવશે..અને નીચે સાઈડમાં SAVE & PROCEED પર કલીક   કરવાનુ રહેશે તેમાં તમારે SUBMIT પર ક્લીક કરવાનુ રહેશે 
- YOUR APPLICATION HAS BEEN SUBMITTED પેજમાં તમારુ ID બતાવશે જે તમારે તમારા નજીકના આધારકાર્ડ સેન્ટર પર લઈ જવાનુ રહેશે અને ત્યાં તમારે ચાર્જીસ ચૂકવાના રહેશે જેથી તમારા   આધારકાર્ડમાં ફોટો બદલી જશે...તમે આ ડિટેઈલસની પ્રીન્ટ પણ લઈ શકો છો...


જુઓ  લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube