Govt Savings Schemes: આ યોજનાઓમાં કરશો રોકાણ તો રિટર્ન મળે લાખોમાં અને ટેક્સમાંથી મળશે છુટ
Govt Savings Schemes: મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના ટૂંકા ગાળાની બચત અને એક વખતની રોકાણ યોજના છે. સ્કીમમાં આંશિક ઉપાડનો વિકલ્પ હશે. બચત યોજનામાં રૂ.2 લાખ સુધીના રોકાણના વિકલ્પ સાથે 2 વર્ષની પાકતી મુદત હોય છે. તેના પર મહિલા રોકાણકારોને 7.5 ટકાના દરે નિશ્ચિત વ્યાજ મળશે.
Govt Savings Schemes: લોકો તેમની ઈમરજન્સી અથવા ભવિષ્યના આયોજન માટે હંમેશાં પૈસા બચાવે છે. આ પૈસા દ્વારા તમે થોડા સમય પછી સારું વળતર મેળવી શકો છો. સરકાર દ્વારા ઘણી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. આ બચત યોજનાઓમાં રોકાણ કરીને, તમને ઉત્તમ વળતર મળે છે અને ટેક્સમાં છૂટ પણ મળે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
તમે માત્ર 500 રૂપિયાથી સ્કીમમાં રોકાણ કરી શકો છો. આમાં કોઈ એક નાણાકીય વર્ષમાં 1.50 લાખ રૂપિયા બચાવી શકે છે, જેના પર રોકાણકારોને ટેક્સમાં છૂટ મળે છે. પીપીએફ ખાતાની પાકતી મુદત 15 વર્ષ છે. પરંતુ આ પછી પણ તેને 5-5 વર્ષના બ્રેકેટમાં વધારી શકાય છે.
આ પણ વાંચો:
11.35% ડિસ્કાઉન્ટ પર સરકાર વેચી રહી છે આ કંપનીના શેર, 28 જુલાઈથી કરી શકશો અરજી
1 ઓગસ્ટથી આ નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, જાણો વિગત
Mukesh Ambani વેચશે આ કંપનીની ભાગીદારી! રોકેટની માફક ચઢ્યો શેર, રોકાણકારો પણ ખુશ
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર
આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી તમારું ખાતું ખોલાવી શકો છો. આ પછી 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં તમને 7.7 ટકા સુધીનો વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે.
સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમ
સરકારે નિવૃત્તિ પછી વરિષ્ઠ નાગરિકોને આવકના વિશ્વસનીય અને સુરક્ષિત સ્ત્રોત પ્રદાન કરવા માટે આ યોજના શરૂ કરી હતી. આ સ્કીમમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જેમાં 5 વર્ષ માટે વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. અત્યારે આના પર વ્યાજ દર 8.20 ટકા છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના ટૂંકા ગાળાની બચત અને એક વખતની રોકાણ યોજના છે. સ્કીમમાં આંશિક ઉપાડનો વિકલ્પ હશે. બચત યોજનામાં રૂ.2 લાખ સુધીના રોકાણના વિકલ્પ સાથે 2 વર્ષની પાકતી મુદત હોય છે. તેના પર મહિલા રોકાણકારોને 7.5 ટકાના દરે નિશ્ચિત વ્યાજ મળશે.
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના માટે એક ખાતાધારક માટે રોકાણ મર્યાદા 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે સંયુક્ત ખાતાધારકો માટે તે 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. આમાં રોકાણકારોને દર મહિને વ્યાજની રકમ ચૂકવવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ 2023 માટે તેનો વ્યાજ દર 7.1 ટકા છે.
અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે કોઈપણ ભારતીય નાગરિકનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું હોવું જરૂરી છે. આ યોજના હેઠળ તમે ન્યૂનતમ 1,000 રૂપિયા અને વધુમાં વધુ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકો છો. આ યોજનામાં રોકાણ કર્યા પછી તમને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે. આ સ્કીમ પર રોકાણકારોને ટેક્સમાં છૂટ પણ મળે છે.
આ પણ વાંચો:
શેર બજારમાં પૈસા લગાવવા માટે અપનાવવા પડશે આ 5 સ્ટેપ, ઘણા લોકોને નથી જાણકારી
રક્ષાબંધન અને 15 ઓગસ્ટની રજા માટે થઈ જાવ તૈયાર, ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક રહેશે બંધ
1 રૂપિયા કરતા પણ ઓછામાં મળતો હતો આ શેર, 60 હજાર રૂપિયા રોક્યા હોત તો કરોડપતિ બની જાત
રાષ્ટ્રીય બચત માસિક આવક યોજના
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા રૂ. 1000 અને વધુમાં વધુ રૂ. 9 લાખનું રોકાણ કરી શકો છો. આમાં વ્યાજ દર વાર્ષિક 7.4 ટકા છે. તમને તમારા રોકાણ પર 5 વર્ષ પછી વ્યાજનો લાભ મળશે. જો તમે દર મહિને 1000 રૂપિયા જમા કરો છો, તો તમને 5 વર્ષ પછી 1395 રૂપિયાનું વ્યાજ મળશે.
નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝીટ સ્કીમ
આ યોજના હેઠળ તમે તમારી પસંદગી મુજબ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવી શકો છો. આમાં તમે 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો અને તેમાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. આ યોજનામાં વિવિધ સમયગાળા માટે વ્યાજ દર અલગ અલગ હોય છે, જેમ કે 1 વર્ષ માટે વ્યાજ દર 6.80 ટકા છે, 2 અને 3 વર્ષ માટે વ્યાજ દર 6.90 ટકા છે અને 5 વર્ષ માટે વ્યાજ દર 7.5 ટકા છે.