Bank Holidays in August, 2023: રક્ષાબંધન અને 15 ઓગસ્ટની રજા માટે થઈ જાવ તૈયાર, ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક રહેશે બંધ

Bank Holidays in August, 2023: કેન્દ્રીય રિઝર્વ બેન્ક તરફથી દેશભરમાં જારી કરવામાં આવેલી બેન્કની રજાઓ (Bank Holidays 2023 List)પ્રમાણે ઓગસ્ટ મહિનામાં દેશભરમાં કુલ 14 દિવસ બેન્ક બંધ રહેશે. 
 

Bank Holidays in August, 2023: રક્ષાબંધન અને 15 ઓગસ્ટની રજા માટે થઈ જાવ તૈયાર, ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક રહેશે બંધ

નવી દિલ્હીઃ Bank Holidays in August, 2023: ઓગસ્ટનો મહિનો શરૂ થઈ રહ્યો છે અને દર મહિનાની જેમ આ મહિના પણ બેન્કમાં લાંબી રજાઓ આવશે. કેન્દ્રીય રિઝર્વ બેન્ક તરફથી દેશભરમાં જરી કરેલા રજાઓના લિસ્ટ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં દેશભરમાં કુલ 14 દિવસ બેન્ક બંધ (Bank Holidays in August)રહેશે. તેમાં તહેવારો અને વીકેન્ડની રજાઓ પણ સામેલ છે. તેમાં રાજ્યોની પોતાની સત્તાવાર રજાઓ છે, પરંતુ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે દેશભરમાં બેન્ક બંધ રહેશે. 

રાજ્યોમાં આવશે આ તહેવાર
આ મહિને દેશના અલગ-અલગ રાજ્યોમાં ઘણા તહેવાર કે દિવસની ઉજવણી થશે. રાજ્યોના તહેવાર અને દિવસ પ્રમાણે તેની રજાઓ અલગ અલગ હોય છે. આ તહેવારોમાં સામેલ છે- Tendong Lho Rum Faat, પારસી નવુ વર્ષ, શ્રીમંત શંકરદેવ તિથિ, પ્રથમ ઓણ, તિરૂવોણમ, રક્ષાબંધન, શ્રી નારાયણ ગુરૂ જયંતિ, Pang-Lhabsol.

ઓગસ્ટમાં ક્યારે બેન્ક રહેશે બંધ (Bank Holidays in August 2023)

8 ઓગસ્ટ (મંગળવાર)- Tendong Lho Rum Faat, સિક્કિમમાં બેન્ક બંધ રહેશે
15 ઓગસ્ટ (મંગળવાર) - સ્વતંત્રતા દિવસ, દેશભરમાં બેંકો બંધ રહેશે.
ઓગસ્ટ 16 (બુધવાર) - પારસી નવું વર્ષ, મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.
ઓગસ્ટ 18 (શુક્રવાર) - શ્રીમંત સંકરદેવ તિથિ, આસામમાં બેંકો બંધ રહેશે
ઓગસ્ટ 28 (સોમવાર) - પ્રથમ ઓણમ - કેરળમાં બેંકો બંધ રહેશે.
29 ઓગસ્ટ (મંગળવાર) - તિરુવોનમ - કેરળમાં બેંકો બંધ રહેશે.
ઓગસ્ટ 30 (બુધવાર) - રક્ષા બંધન - રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત દેશના કેટલાક રાજ્યોમાં, રક્ષા બંધન 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે, તેથી બેંકો બંધ રહેશે.

31 ઓગસ્ટ (ગુરૂવાર) રક્ષાબંધન, શ્રીનારાયણ ગુરૂ જયંતિ, Pang-Lhabsolના અવસર પર ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, કેરલ અને અસમ સહિત દેશના અન્ય રાજ્યોમાં રક્ષાબંધનની રજા રહેશે. 

સપ્તાહના અંતે રજા ક્યારે હશે?
ઓગસ્ટ 6 - પ્રથમ રવિવાર
ઓગસ્ટ 12 - બીજો શનિવાર
ઓગસ્ટ 13 - બીજો રવિવાર
ઓગસ્ટ 20 - ત્રીજો રવિવાર
ઓગસ્ટ 26 - ચોથો શનિવાર
ઓગસ્ટ 27 - ચોથો રવિવાર

જો તમારૂ પણ બેન્કનું કોઈ મહત્વનું કામ હોય તો તમે રજાઓનું લિસ્ટ જોઈને પ્લાનિંગ કરી શકો છો. ઓનલાઇન અને નેટ બેન્કિંગ સિસ્ટમ 24x7 કામ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news