GPF Interest: નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. નાણા મંત્રાલયે સામાન્ય પ્રોવિડન્ટ ફંડ (General Provident Fund - GPF) અને અન્ય પ્રોવિડન્ટ ફંડ્સ માટે વ્યાજ દરોની જાહેરાત કરી દીધી છે.
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. નાણા મંત્રાલયે સામાન્ય પ્રોવિડન્ટ ફંડ (General Provident Fund - GPF) અને અન્ય પ્રોવિડન્ટ ફંડ્સ માટે વ્યાજ દરોની જાહેરાત કરી દીધી છે. 1 ઓક્ટોબર 2024થી 31 ડિસેમ્બર 2024 સુધી GPF અને અન્ય ફંડ્સ પર હવે 7.1 ટકાના દરે વ્યાજ મળશે. ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ત્રિમાસિક માટે સરકારે GPF અને આવા જ લિંક્ડ ફંડ્સ પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો નથી.
સરકારે નક્કી કર્યા વ્યાજ દર
3 ઓક્ટોબર 2024ના રોજ નાણા મંત્રાલયના આર્થિક મામલાઓના વિભાગ (DEA) મુજબ આ જાહેરાત કરાઈ છે. સામાન્ય પ્રોવિડન્ટ ફંડના જમા પૈસા અને આવા જ ફંડ્સ પર ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિકમાં 7.1 ટકાના દરથી વ્યાજ મળશે. સરકારે આ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
GPF પર પીપીએફ જેટલું વ્યાજ
જીપીએફ પર પીપીએફ જેટલું જ વ્યાજ મળી રહ્યું છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)ના દરોની જેમ જ જીપીએફના દરો ચાલે છે. નેચી દર્શાવેલા તમામ ફંડ્સ ઉપર પણ 7.1 ટકાના દરે વ્યાજ મળતું રહેશે.
આ પણ છે GPF ની જેમ અન્ય પ્રોવિડન્ટ ફંડ્સ
1. સામાન્ય પ્રોવિડન્ટ ફંડ (સેન્ટ્રલ સર્વિસ)
2. અંશદાયી પ્રોવિડન્ટ ફંડ (ભારત)
3. ઓલ ઈન્ડિયા સર્વિસ પ્રોવિડન્ટ ફંડ
4. રાજ્ય રેલવે પ્રોવિડન્ટ ફંડ
5. સામાન્ય પ્રોવિડન્ટ ફંડ (ડિફેન્સ સર્વિસ)
6. ઈન્ડિયન ઓર્ડનેન્સ ડિપાર્ટમેન્ટ પ્રોવિડન્ટ ફંડ
7. ઈન્ડિયન ઓર્ડિનેન્સ ડિપાર્ટમેન્ટ ફેક્ટરીઝ પ્રોવિડન્ટ ફંડ
8. ભારતીય નેવી ડોક્યાડર્ડ વર્કર્સ (પ્રોવિડન્ટ ફંડ)
9. રક્ષા સેવા અધિકારી પ્રોવિડન્ટ ફંડ
10. સશસ્ત્ર દળ કાર્મિક પ્રોવિડન્ટ ફંડ
શું છે આ સામાન્ય પ્રોવિડન્ટ ફંડ (GPF)?
સામાન્ય પ્રોવિડન્ટ ફંડ એક પ્રકારનું પ્રોવિડન્ટ ફંડ જ છે જે ફક્ત ભારતીય સરકારી કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે. સરકારમાં દરેક પોતાના વેતનનો એક હિસ્સો સામાન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા કરી શકે છે. જ્યારે કર્મચારી રિટાયર થાય છે ત્યારે તેમને તેમના પીરિયડ દરમિયાન જમા પૈસા અને વ્યાજ મળે છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી દરેક ત્રિમાસિકમાં જીપીએફ વ્યાજ દરની સમીક્ષા કરે છે.