નવી દિલ્હીઃ વર્ષ 2020 ફેરફારોનું વર્ષ રહ્યું છે. કોરોના વાયરસ (Coronavirus) મહામારીને કારણે માસ્ક, સેનેટાઇઝર જેવી વસ્તુ હવે ભારતીયોની દિનચર્યાનો ભાગ બની ગઈ છે. આ ફેરફારોને કારણે ભારતીયોએ એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. હકીકતમાં કોરોનાથી બચાવને ધ્યાનમાં રાખતા લોકોએ કેશ પેમેન્ટ (Cash Payment)ની જગ્યાએ UPI પેમેન્ટને પ્રાથમિકતા આપી હતી, જેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPI ટ્રાન્ઝેક્શનમાં 103%નો વધારો
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2020માં UPI ટ્રાન્ઝેક્શનમાં 103 ટકાનો વધારો થયો છે. જ્યાં વર્ષ 2019માં ભારતીયો દ્વારા કરવામાં આવેલ કુલ UPI ટ્રાન્ઝેક્શન 2 લાખ 2 હજાર કરોડની પાસે હતું. તો વર્ષ 2020માં વધીને 4 લાખ 16 હજાર કરોડને પાર પહોંચી ગયું છે. 


આ પણ વાંચોઃ Success Story : ખેડૂત પુત્રથી બાલાજી વેફરના એમડી સુધીની સફર, 1 લાખ ખેડૂતોને આપે છે રોજીરોટી


2020માં જ્યાં ઓનલાઇન પેમેન્ટ દ્વારા કોરોનાથી બચાવ થયો, તો મોટાભાગના પેમેન્ટ પર મળનાર કેશબેક ઓફરથી લોકોની બચત પણ થઈ શકી. નોઇડામાં રહેના કન્હૈયા કુમારે તો 2020થી પોતાની પાસે કેશ રાખવાનું બંધ કરી દીધું હતું. જ્યારે દુકાનદારોને કહ્યું કે, કોરોના બાદ પરિસ્થિતિ બદલી છે તો તેણે પણ લોકોને અપીલ કરી કે તે વધુમાં વધુ ઓનલાઇન પેમેન્ટ કરે. જેથી ગ્રાહક અને દુકાનદાર બંન્ને સેફ રહે. પરંતુ હવે લોકોને તેની આદત પડી ગઈ છે. 


કેશલેશ ટ્રાન્ઝેક્શનના મામલામાં ભારત No.1
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં નોટબંધી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. તેના કારણે ભારતમાં UPI ટ્રાન્ઝેક્શનની શરૂઆત થઈ હતી. આ અભિયાન પાછળ સૌથી મોટુ કારણ ભારતમાં કાળા નાણા પર લગામ લગાવવો અને લોકોની સુવિધા માટે કેશલેશ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો હતો. વર્ષ 2020માં  FISના રિપોર્ટ અનુસાર વિશ્વમાં રિયલ ટાઇમ કેશલેશ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના મામલામાં ભારત પ્રથમ નંબર પર હતું. ભારતમાં દરરોજ 4 કરોડથી વધુ કેશલેશ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube