સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે અવનવી રીત અપનાવે છે. કેટલીકવાર તેઓ બેંક અધિકારી હોવાનો ઢોંગ કરીને લોકોના બેંક ખાતામાં ઘુસવાનો પ્રયાસ કરે છે, તો ક્યારેક તેઓ અન્ય રીતે પૈસા પડાવી લેવાનો પ્રયાસ કરે છે. સાયબર ગુનેગારો હવે ઈન્કમ ટેક્સ રિફંડ (Income Tax Refund)મેળવવાના બહાને ઈન્કમ ટેક્સ પેયર્સને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવકવેરા રિફંડના નામે કરદાતાઓને આજકાલ મોટા પાયે નકલી ઈમેલ (Income Tax Department Fake Email) અને SMS મળી રહ્યા છે. જો તમે ભૂલથી રિફંડ મેળવવા માટે મેલમાં આપેલી લિંક પર ક્લિક કરો છો, તો તમે પણ મોટી સાયબર છેતરપિંડીનો શિકાર બની શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ધુળેટીના પર્વ બન્યો ગોઝારો, અલગ અલગ શહેરોમાં કેનાલ-નદીમાં ડૂબવાથી 11ના મોત


આવકવેરા વિભાગની સત્તાવાર ઈ-મેલ અને વેબસાઈટ જેવા જ નામો સાથે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જો તમને પણ આવકવેરા વિભાગ તરફથી રિફંડ મેળવવા માટે આવો ઈ-મેલ અથવા SMS મળે છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આવા કોઈપણ મેઈલ કે SMS પર આંધળો વિશ્વાસ કરવો એટલે તમારા પગ પર કુહાડી મારવા સમાન છે.


ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યા! પતિ-પત્નિ વચ્ચેના ઝઘડાએ ખેલ્યો ખૂની ખેલ


Income Tax રિફંડ આપવા માટે મોટા પાયા પર મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે આ મેસેજ એ એક પ્રકારની ટ્રેપ છે. જો કોઈ તેની જાળમાં ફસાઈ જાય તો મોટી છેતરપિંડીનો શિકાર બની શકે છે. માત્ર ઈ-મેલ જ નહીં, આઈટી રિફંડના ફેક SMS અને વોટ્સએપ દ્વારા લોકોને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.


અનોખી પરંપરા! ઘેર અને લુર નૃત્ય રમી મારવાડી માળી સમાજે કરી ધુળેટી પર્વની ઉજવણી


સાવચેત રહો
સાયબર એક્સપર્ટનું કહેવું છે કે આવા મેસેજ પર ધ્યાન ન આપો. કોઈપણ લિંક પર ક્લિક ન કરો અથવા કોઈપણ લિન્ક ખોલશો નહીં, કારણ કે એક નાની ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે. તમારે જાણવું જોઈએ કે Income Tax કોઈપણ આવકવેરા ચૂકવનારને ઈ-મેલ અથવા SMS દ્વારા કોઈ લિંક મોકલતું નથી.


કોઈ ધીરુભાઈ અંબાણી સાથે બિઝનેસ કરવા માંગતા નહોતા, પછી કંઈક આ રીતે બદલાયું ચિત્ર


ખોટા મેઇલને ઓળખો
આવનારા ઈ-મેલનું ડોમેન નામ કાળજીપૂર્વક ચેક કરો. નકલી ઈ-મેઈલમાં Income Tax વિભાગની વેબસાઈટના સ્પેલિંગની ભૂલો અથવા ખોટા પ્રકારો હશે. ઈ-મેલનું હેડર ખોટું હોઈ શકે છે. તેવી જ રીતે, વેબસાઈટની લિંક ટૂંકા સ્વરૂપમાં હોઈ શકે છે. સૌથી મોટી ઓળખ એ છે કે Income Tax તરફથી આવતા કોઈપણ મેસેજમાં તમને લિંક પર ક્લિક કરીને તમારી અંગત માહિતી ભરવા માટે કહેવામાં આવશે નહીં.