ગુજરાતમાં ધુળેટીના પર્વ બન્યો ગોઝારો, અલગ અલગ શહેરોમાં કેનાલ અને નદીમાં ડૂબવાથી 11નાં મોત

રાજ્યમાં અલગ અલગ શહેરોમાં કેનાલ અને નદીમાં ડૂબવાથી કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં બોટાદ, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ગોઝારી ઘટના બની છે, બોટાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 1 યુવકોના મોત થયા છે. 

ગુજરાતમાં ધુળેટીના પર્વ બન્યો ગોઝારો, અલગ અલગ શહેરોમાં કેનાલ અને નદીમાં ડૂબવાથી 11નાં મોત

ઝી બ્યુરો/અમદાવાદ: રંગોનો ઉત્સવ માતમમાં ફેરવાયો હોવાના અનેક કિસ્સાઓ આજે ગુજરાતમાં બન્યા છે. ગુજરાતમાં ધૂળેટીનો તહેવાર ગોઝારો સાબિત થયો છે. ધુળેટીના પર્વ પર ગોઝારી ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં અલગ અલગ શહેરોમાં કેનાલ અને નદીમાં ડૂબવાથી કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં બોટાદ, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ગોઝારી ઘટના બની છે, બોટાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 1 યુવકોના મોત થયા છે. 

પાદરાની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા
વડોદરા પાદરાની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા છે, જેમાં એક બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. કેનાલમાં હાથ પગ ધોવા ગયા હતા. બન્ને બાળકોને કેનાલમાંથી બહાર કાઢયા હતા.

રાજકોટમાં ડેમમાં ડૂબી જતા એક યુવકનું મોત
રાજકોટમાં પણ ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. 19 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ધૂળેટી રમ્યા બાદ યુવકો આજી ડેમમાં  ન્હાવા પડ્યાં હતા. જે પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા 19 વર્ષીય યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

સુરતમાં ડૂબી જવાથી 2ના મોત
સુરતમાં પણ ધૂળેટીને લઈને ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. કોઝ-વેમાં 2 યુવકો ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક ડૂબ્યા હતા. આ અંગેની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને યુવકોને કોઝવેમાંથી બહાર કાઢી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેઓને સારવાર મળે તે પહેલા જ બંને યુવકોનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ યુવકો કોણ અને ક્યાંના છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 

બોટાદમાં તણાયા 4 યુવકો 
બોટાદમાં હોળી રમીને કેનાલમાં ન્હાવા પડેલા ચાર યુવકોમાંથી ત્રણના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. બોટાદના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હતા. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન કેનાલમાંથી 4 યુવકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. 

આ અંગેની જાણ થતાં મામલતદાર સહિત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય યુવકો બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી અશોક વાટિકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.  હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news