Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024ના રોજ રજૂ કરેલા ફાઈનાશિયલ વર્ષ 2024-25ના બજેટમાં મિડિલ ક્લાસને મોટી રાહત આપવામાં આવી હતી. તે સમયે સરકાર તરફથી સ્ટેન્ડર્ડ ડિડેક્શનની લિમિટને 50000 રૂપિયાથી વધારીને 75000 રૂપિયા કરી દેવામાં આવી હતી. સરકારે આ રાહત નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનના રૂપમાં આપી હતી. જો કે, નોકરિયાત વર્ગ લાંબા સમયથી જૂની ટેક્સ વ્યવસ્થામાં રાહતની માંગ કરી રહ્યો છે. નાણાં મંત્રાલય તરફથી નાણાકીય વર્ષ 2025 માટે બજેટની તૈયારીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલમાં જ નાણામંત્રીએ તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટમાં મિડિલ ક્લાસ માટે શું ખાસ હશે?
નાણાકીય વર્ષ 2025નું બજેટ આ વખતે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ આઠમું બજેટ હશે. આ બજેટમાં મધ્યમ વર્ગ માટે શું ખાસ હશે? આ અંગે નાણા મંત્રાલયમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે સુત્રોને ટાંકીને છપાયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રજુ થનારા બજેટમાં સરકાર ફરી મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપી શકે છે. તમને જણાવી દઈએ કે મધ્યમ વર્ગમાં આવા પગારદાર વર્ગની સંખ્યા સૌથી વધુ છે, જેઓ ઈનકમ ટેક્સ ભરે છે.


સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટને વધારવા પર ચાલી રહ્યો છે વિચાર
અખબારમાં છપાયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે પગારદાર વર્ગને રાહત આપવા માટે નાણા મંત્રાલય આવકવેરાની નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારવા પર વિચાર કરી રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં નવી કર વ્યવસ્થા હેઠળ પગારદાર વર્ગને રૂ. 75,000ની પ્રમાણભૂત કપાતનો લાભ મળે છે. આ સિવાય વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.


ઓલ્ડ રિજીમમાં નહીં મળે રાહત!
સૂત્રોનો દાવો છે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટમાં પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ 75,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે સરકાર નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ જ આવકવેરામાં કોઈપણ પ્રકારની રાહત આપશે. વાસ્તવમાં સરકાર દ્વારા તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જૂની કર વ્યવસ્થાને નિરાશ કરવામાં આવી રહી છે. નાણા મંત્રાલય દ્વારા અગાઉ પણ અનેક પ્રસંગોએ આનો સંકેત આપવામાં આવ્યો છે.


નાણાકીય વર્ષ 2023-24માં ફાઈલ કરાયેલા આઠ કરોડ આવકવેરા રિટર્નમાંથી 5 થી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા ITRની સંખ્યા 2.79 કરોડ હતી. આ સિવાય 10-20 લાખ રૂપિયા કમાતા લોકોએ 89 લાખ ITR ફાઈલ કર્યા છે. આનો સીધો અર્થ એ થયો કે જો સરકાર આવકવેરામાં રાહત આપવાનું નક્કી કરે છે તો લગભગ ત્રણ કરોડ કરદાતાઓને ધ્યાનમાં રાખીને રાહત આપવામાં આવશે.