નવી દિલ્હી: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ 20 લાખ ટેક્સપેયર્સને ફાયદો પહોંચતા 62,361 કરોડનો ટેક્સ રિફંડ કર્યો છે. કોરોના વાયરસ (Coronavirus) મહામારી સંકટકાળના સમય ટેક્સપેયર્સ માટે આ ખૂબ મોટી રાહત વાત છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે 8 એપ્રિલના રોજ આદેશ જાહેર કરીને જાણકારી આપી હતી કે કોરોના મહામારી દરમિયાન ટેક્સપેયર્સને રાહત આપવા માટે જેટલા પેંડિંગ રિફન્ડ છે તેમને જલદી રિલીઝ કરી દેવામાં આવશે. ત્યારબાદ ઇનકમ ટેક્સ વિભાગે પ્રતિ મિનિટ 76 કેસને પેંડિંગ રિફંડ કરવામાં આવ્યા એટલે કે 8 એપ્રિલથી 30 જૂન સુધી 20:44 લાખ ટેક્સપેયર્સને 62,361 કરોડનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ આ રિફંડ 56 સાપ્તાહિક દિવસોમાં કર્યું. 


આ રિફંડ દરમિયાન ખાસ વાત એ છે કે તમામ રિફંડ કોઇપણ સમસ્યા અને ફોલોઅપ ટેક્સપેયર્સના ખાતામાં જતુ રહ્યું. જ્યારે પહેલાં ટેક્સપેયર્સને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ચક્કર કાપવા પડતા હતા. 


ઇનકમ ટેક્સે આ વર્ષે 19,07,853 કેસમાં 23,453,57 કરોડનું ઇનકમ ટેક્સ રિટર્ન જાહેર કર્યું અને 1,36,744 મામલામાં 38,908,37 કોર્પોરેટ ટેક્સ રિફંડ જાહેર કર્યું. આ મહામારી દરમિયાન પૈસા ખાતામાં આવવા ટેક્સપેયર માટે મોટી રાહતની વાત છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube