નવી દિલ્હી: આવક વેરા વિભાગ 7 જૂન 2021થી નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ www.incometax.gov.in શરૂ કરી રહ્યો છે. નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ (www.incometax.gov.in) શરૂ કરવાનો ઉદ્દેશ કરદાતાઓને વધુ સગવડ આપવાનો અને તેમને આધુનિક, અવરોધરહિત અનુભવ પ્રદાન કરવાનો છે. કરદાતાઓ માટે અનુકૂળ નવું પોર્ટલ કરદાતાઓને ઝડપથી રિફંડ ઇશ્યુ કરવા માટે આવક વેરા રિટર્ન (ITR)ની તાત્કાલિક પ્રક્રિયા સાથે સંકલિત કરેલું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ વાર્તાલાપો અને અપલોડ અથવા બાકી રહેલી કામગીરીઓ કરદાતાઓ દ્વારા ફોલોઅપ માટે એક જ ડેશબોર્ડ પર પ્રદર્શિત થશે;
કરદાતાઓ કોઇપણ પ્રકારનું કરવેરા સંબંધિત જ્ઞાન ના ધરાવતા હોય તો પણ તેમને ITR ભરવામાં મદદરૂપ થવા માટે ઇન્ટરએક્ટિવ પ્રશ્નો સાથે ITR તૈયાર કરવાનું સોફ્ટવેર ઑનલાઇન અને ઑફલાઇન વિનામૂલ્યે ઉપલબ્ધ,જેમાં ડેટા એન્ટ્રીની મહેનત એકદમ ઓછી કરવા માટે પ્રિ-ફાઇલિંગ પણ સામેલ છે.

ટેક્સપેયર્સ માટે ખુશખબરી, આ તારીખ સુધી ફાઇલ કરી શકશો ITR


કરદાતાઓને વારંવાર પૂછાતા પ્રશ્નો, ટ્યૂટોરિયલ, વીડિયો અને ચેટબોટ/લાઇવ એજન્ટ સાથે તાત્કાલિક સહાયતા માટે નવું કૉલ સેન્ટર; ડેસ્કટોપ પર ઉપલબ્ધ તમામ મુખ્ય ફંકશન મોબાઇલ એપ પર ઉપલબ્ધ થશે જેને બાદમાં કોઇપણ સમયે મોબાઇલ નેટવર્ક પર સંપૂર્ણ ઍક્સેસ માટે સક્ષમ કરવામાં આવશે.


નવા પોર્ટલ પર નવું ઑનલાઇન કરવેરા ચૂકવણી તંત્ર બાદમાં કરદાતાના કોઇપણ બેંક એકાઉન્ટમાંથી નેટબેંકિંગ, UPI, ક્રેડિટ કાર્ડ અને RTGS/NEFT જેવા બહુવિધ નવા ચુકવણીના વિકલ્પો દ્વારા કરવેરાની સરળતાથી ચૂકવણી માટે સક્ષમ કરવામાં આવશે.

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ


આ પોર્ટલના પ્રારંભની તૈયારીઓ અને સ્થાનાંતરણની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને www.incometaxindiaefiling.gov.in પર ઉપલબ્ધ આવક વેરા વિભાગનું હાલનું પોર્ટલ કરદાતાઓ માટે તેમજ અન્ય બાહ્ય હિતધારકો માટે 6 દિવસના ટૂંકાગાળા માટે એટલે કે 1 જૂન 2021 થી 6 જૂન 2021 દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં.


કરદાતાઓને કોઇપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે, વિભાગ દ્વારા આ સમયગાળા દરમિયાન કોઇપણ અનુપાલનની તારીખો નિર્ધારિત કરવામાં આવશે નહીં. વધુમાં, કેસોની સુનાવણી માટે અથવા અનુપાલનની તારીખો 10 જૂન 2021 પછી જ નિર્ધારિત કરવા માટે પણ નિર્દેશો આપી દેવામાં આવ્યા છે જેથી કરદાતાઓને નવી સિસ્ટમ પર પ્રતિભાવ આપવા માટે પૂરતો સમય મળી શકે. 

VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ


જોકે, કોઇપણ સુનાવણી અથવા અનુપાલનમાં ઑનલાઇન સબમિશનની જરૂર હોય અને તેને આ સમયગાળામાં શેડ્યૂલ કરવામાં આવેલ હોય તો, તેને અગાઉ કરવામાં આવશે અથવા મુલતવી રાખવામાં આવશે અને કામની વસ્તુઓને આ સમયગાળા પછી ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.


વિભાગ દ્વારા બેંકો, MCA, GSTN, DPIIT, CBIC, GeM, DGFT સહિતની બાહ્ય સંસ્થાઓ કે જેઓ PAN ચકાસણી વગેરેની સેવાઓ પ્રાપ્ત કરે છે તેમને પણ સેવાઓની અનુપલબ્ધતા વિશે જાણ કરવામાં આવી છે અને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ પોતાના ગ્રાહકો/હિતધારકોને માહિતગાર કરવાનું સુનિશ્ચિત કરવા માટે યોગ્ય ગોઠવણ કરે જેથી કોઇપણ સંબંધિત પ્રવૃત્તિ અગાઉથી પૂરી કરી શકાય અથવા બ્લેકઆઉટ સમય પછી પૂરી થઇ શકે.

Tauktae બાદ હવે 'Cyclone Yaas' મચાવી શકે છે તબાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ


કરદાતાઓને કોઇપણ પ્રકારના સબમિશન, અપલોડ અથવા ડાઉનલોડ સહિત તેમની તાકીદની કામગીરીઓ 1 જૂન 2021 પહેલાં પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી બ્લેકઆઉટ સમયગાળા દરમિયાન કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ટાળી શકાય.


વિભાગ દ્વારા તમામ કરદાતાઓ અને અન્ય હિતધારકોને નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ પર સ્વિચઓવર દરમિયાન અને તે પછીના પ્રારંભિક સમયગાળામાં જ્યારે તેઓ નવી સિસ્ટમ સાથે પરિચિત થઇ રહ્યાં હોય તે દરમિયાન શાંતિ અને ધીરજ જાળવવાન માટે અનુરોધ કરવામાં આવ્યો છે. CBDT દ્વારા પોતાના કરદાતાઓ અને અન્ય હિતધારકોને અનુપાલનમાં સરળતા આપવાની દિશામાં હાથ ધરવામાં આવેલી આ વધુ એક પહેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube