ઈનકમ ટેક્સ ઓફિસર વીણી-વીણીને વસૂલશે ટેક્સ, હોશિયારી બતાવશો તો થશે FIR
કેંદ્બીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડ (સીબીડીટી)એ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને ટેક્સ સંગ્રહની ગતિ વધારા માટે 'પ્રયત્નો તેજ' કરવા અને વીણી-વીણીને ટેક્સ સર્વેક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત એજન્સીએ પોતાના અધિકારીઓને ટેક્સ ચોરીની ચાલ ચાલનાર વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્વાએ ઈન્કમ ટેક્સ વિભાગના બધા પ્રધાન મુખ્ય કમિશનરોને પત્ર લખીને ટેક્સ વસૂલી માટે દરેક સંભવ પ્રયત્ન કરવા માટે કહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં હવે ત્રણ મહિના બાકી રહ્યા છે.
બજેટ 2019" શું 'ઈતિહાસ' પુનરાવર્તિત કરશે અરૂણ જેટલી? 3 નાણામંત્રી પહેલા કરી ચૂક્યા છે આવું
ટાર્ગેટ કરતાં હજુ ઓછી વસૂલાત
બોર્ડના પ્રમુખે પોતાના પત્રમાં કહ્યું કે નિયમિત આકલનના આધારે ટેક્સ (નોટીસના આધાર બાકી અને વર્તમાન માંગ)ની વસૂલીમાં વૃદ્ધિ ફક્ત 1.1 ટકા છે. ગત વર્ષની માફક વસુલાતનો વૃદ્ધિ દર આ દરમિયાન 15.6 ટકા હતો. ચંદ્વાએ કહ્યું કે ડિસેમ્બરના અંતમાં ટેક્સ વસૂલીનો વૃદ્ધિ દર 13.6 ટકા રહ્યો છે જ્યારે ટાર્ગેટ 14.7 ટકા છે. તેમણે લખ્યું કે કુલ વસુલાતની વૃદ્ધિની સ્થિતિ 14.1 ટકાની સાથે થોડી સારી છે. પરંતુ આ બજેટમાં 11,50,000 કરોડ રૂપિયાની વસૂલીના લક્ષ્યનએ પ્રાપ્ત કરવાની દ્વષ્ટિથી હજુ પણ ઓછી છે.
આજથી પેટ્રોલ પંપ મળશે આ જરૂરી સુવિધા, ટોલ પ્લાઝાની લાંબી લાઇનોમાં ઉભા નહી રહેવું પડે
ટેક્સ વસુલાત હકિકતમાં ઘટી
તેમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય આકલનમાં મોટાભાગના ક્ષેત્રોમાં ટેક્સ વસૂલી ઘટી છે. આ ગંભીર ચિંતાનો વિષય છે અને વસૂલી ઝડપી કરવા માટે હવે વધારે પ્રયત્નોની જરૂર છે.''સીબીડીટી ઈન્કમ ટેક્સ વિભાગ માટે નીતિ બનાવે છે અને તેના કાર્યોની નજર રાખે છે. ચંદ્વાએ કહ્યું કે ડાયરેક્ટ ટેક્સ વસુલીના ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે કેટલીક રણનીતિની ભલામણ છે અને તેને લાગૂ કરવા માટે કહ્યું છે.