Income Tax: ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું બાકી છે, તો માર્ચના આ દિવસોમાં ખુલ્લી રહેશે ઓફિસ
Income Tax Office: હાલ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે. હાલ તમામ કંપનીઓ પોતાના ફાઈનાન્શિયલ કારોબાર આટોપી રહ્યાં છે. 2023 ના તમામ વહેવારો પૂરા કરવાના હોય છે. ત્યારે રિટર્ન ફાઈલ કરવાનો આ મહિનો છેલ્લો છે. ત્યારે રિટર્ન ફાઈલ કરવાના હોવાથી ઈન્કમ ટેક્સની ઓફિસ 29 થી 31 માર્ચ સુધી ચાલુ રહેશે. ઈન્કમટેક્સના અધિકારીઓને વહીવટી કામો સમયસર પૂર્ણ કરી દેવા સીબીડીટીએ આદેશ કર્યો છે.
Ahmedabad News : હાલ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે. હાલ તમામ કંપનીઓ પોતાના ફાઈનાન્શિયલ કારોબાર આટોપી રહ્યાં છે. 2023 ના તમામ વહેવારો પૂરા કરવાના હોય છે. ત્યારે રિટર્ન ફાઈલ કરવાનો આ મહિનો છેલ્લો છે. ત્યારે રિટર્ન ફાઈલ કરવાના હોવાથી ઈન્કમ ટેક્સની ઓફિસ 29 થી 31 માર્ચ સુધી ચાલુ રહેશે. ઈન્કમટેક્સના અધિકારીઓને વહીવટી કામો સમયસર પૂર્ણ કરી દેવા સીબીડીટીએ આદેશ કર્યો છે.
હાલ માર્ચ એન્ડીંગ હોવાથી અનેક કરદાતાઓને ઈન્કમટેક્સ રિટર્ન બાકી છે. તેમજ તેમના ફાઈનાન્શિયલ યરના અનેક કામકાજ બાકી છે. આ ઉપરાંત હાલ બેંકોમાં સળંગ રજાઓ આવી રહી છે. આ કારણે કરદાતાઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ઈન્કમ ટેક્સ ઓફિસો માર્ચ એન્ડિંગમાં ચાલુ રાખવાનો આદેશ કરાયો છે.
પક્ષપલટુઓને મોટા ભા બનાવવાનો ખેલ ભાજપને ભારે પડ્યો, કેતન ઈનામદારે આ કારણ જણાવ્યું
માર્ચના અંત સુધી કરદાતાઓ એડવાન્સ ટેક્સ, કોર્પોરેટ ટેક્સના આંકડાઓ જાહેર કરી દેવામાં આવશએ. ત્યાર બાદ 31 માર્ચ સુધી જેટલો ટેક્સ આવશે ત્યાર બાદ ટેક્સની આવક જાહેર કરવામાં આવશે.
એકસાથે દેશભરમાં કરદાતાઓ દ્વારા ટેક્સ ભરાતો હોવાથી અનેકવાર માર્ચ એન્ડિંગમા સર્વર ડાઉન થવાની સમસ્યા પણ સર્જાય છે. તેથી સીબીડીટી કરદાતાઓને અપીલ કરે છે કે સમયસર ટેક્સ ફરી દેવામાં આવે. હાલ કોઈ મુદત વધારાની વાત બહાર આવી નથી. તેથી હેવી પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડી શકે છે.
વડોદરા ભાજપમાં અસંતોષની આગ પેટી : 3 મોટા નેતા નારાજ, સત્તા અને સંગઠન આમને-સામને