નવી દિલ્હી: ટેક્સપેયર્સ માટે સારા સમાચાર છે. ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax) એ ગુરૂવારે મોટી જાહેરાત કરતાં અસેસમેંટ ઇયર 2021-22 ની પર્સનલ ઇનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવાની સમયમર્યાદા વધારી દીધી છે. પહેલાં તેની ડેડલાઇન 31 જુલાઇ 2021 હતી. જેને હવે વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી દેવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Covid 19: બ્લેક ફંગસ પણ થઇ જુની વાત, પહેલીવાર જોવા મળ્યા ખતરનાક લક્ષણ, આશ્વર્યમાં પડી ગયા વૈજ્ઞાનિક


15 જુલાઇ સુધી આપવું પડશે Form-16
ઇનકમ ટેક્સ વિભાગે સર્કુલર જાહેર કરતાં જણાવ્યું કે કોરોના સંક્રમણના સતત વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં સરકારે આ નિર્ણય કર્યો છે. તેની સાથે જ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે હવે એમ્પલોયર્સ (Employers) ને પોતાના કર્મચારીઓને ફોર્મ 16 પંદર જૂનના બદલે 15 જુલાઇ સુધી પુરૂ પાડવું પડશે. તમને જણાવી દઇએ કે ફોર્મ 16 ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં મદદ કરે છે. સાથે જ તેનો ઉપયોગ ઇનકમના પુરાવા તરીકે હોય છે. આ એક પ્રકારનું સર્ટિફિકેટ છે, જે કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવે છે. તેમાં કંપની દ્વારા કર્મચારીના પગારમાંથી કાપેલા TDS ને સર્ટિકિકેટ આપવામાં આવે છે.  

Jio લાવ્યું Rs. 100 થી પણ સસ્તો Recharge Plans, ગ્રાહકોને મળશે આ Benefits


ટેક્સ ઓડિટની સમય સીમા પણ 30 નવેમ્બર સુધી વધારી
આ ઉપરાંત ઇનકમ ટેક્સ ઓડિટ (Income for Tax Audit Assesses) ની અંતિમ તારીખને પણ 31 ઓક્ટોબરથી વધારીને 30 નવેમ્બર 2021 કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇનલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર કરી દેવામાં આવી છે. જ્યારે બિલેટેડ/રિવાઇઝ્ડ ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) દાખલ કરવાની ડેડલાઇનને 31 ડિસેમ્બર 2021 થી વધારીન 31 જાન્યુઆરી 2020 કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે બિલેટેડ આઇટીઆર ઇનકમ અધિનિયમ 1961ના સેક્શન 139 (4) હેઠળ ફાઇલ કરવામાં આવે છે. તો બીજી તરફ રિવાઇઝડ આઇટીઆરને સેક્શન 139 (5) હેઠળ કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube