Jio લાવ્યું Rs. 100 થી પણ સસ્તો Recharge Plans, ગ્રાહકોને મળશે આ Benefits

ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Jio) એ તાજેતરમાં જ પોતાના ગ્રાહકો માટે 100 રૂપિયાથી પણ સસ્તા બે પ્લાન શાનદાર પ્રીપેડ રિચાર્જ પ્લાન્સ (Prepaid Recharge Plans) કર્યા છે. તેમાંથી એક પ્લાનની કિંમત 39 રૂપિયા છે.

Jio લાવ્યું Rs. 100 થી પણ સસ્તો Recharge Plans, ગ્રાહકોને મળશે આ Benefits

નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Jio) એ તાજેતરમાં જ પોતાના ગ્રાહકો માટે 100 રૂપિયાથી પણ સસ્તા બે પ્લાન શાનદાર પ્રીપેડ રિચાર્જ પ્લાન્સ (Prepaid Recharge Plans) કર્યા છે. તેમાંથી એક પ્લાનની કિંમત 39 રૂપિયા છે, તો બીજા પ્લાનની કિંમત 69 રૂપિયા રાખવામાં આવી છે. આવો જાણીએ આ પ્લાનને એક્ટિવ કરાવતાં યૂઝર્સને શું શું બેનિફિટ્સ મળશે. 

Jio 39 રૂપિયાવાળો પ્લાન
જો તમે જિયોના કસ્ટમર છો, અને તમે તમારા નંબર પર 39 રૂપિયાવઍળો પ્રીપેડૅ પ્લાનને એક્ટિવ કરાવો છો તો તમને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા મળશે. આ સાથે જ જિયો એપ્સનું સબ્સક્રિપ્શન અને 100 MB હાઇ સ્પીડ 4G ડેટા પણ કસ્ટમર્સને મફત આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની રહેશે.  

Jio ના 69 રૂપિયાવાળા પ્લાનના ફાયદા
તો બીજી તરફ તમે 69 રૂપિયાવાળા બીજા પ્રીપેડ પ્લાનને એક્ટિવ કરાવો છો તો આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ડેલી 100 SMS ની સુવિધા સાથે ડેલી 500 MB ડેટા મળશે. આ સાથે જ ગ્રાહકોને તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. 

Jio નું વાય વન ગેટ વન રિચાર્જ ઓફર
તમને જણાવી દઇએ કે દેશમાં કોરોના સંકટને જોતા રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ Jio Phone યૂઝર્સ માટ દર મહિને 300 મિનિટ ફ્રી આઉટગોઇંગ મિનિટ સર્વિસ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ જિયોએ Jio Phone યૂઝર્સ માટે buy one get one રીચાર્જ સુવિધા આપવામાં આવશે, જેમાં એક જિયો ફોન રિચાર્જ પર તેની કિંમત બીજા રિચાર્જ પેક મફત મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news