નવી દિલ્હી: મોબાઇલ ફોન (Mobile) પર ઇનકમિંગ કોલની રીંગ (Ringtone) હવે વધુમાં વધુ 30 સેકન્ડ અને લેન્ડલાઇન (Landline) પર વધુમાં વધુ 60 સેકન્ડ સુધી વાગશે. આ નિર્ણય ટ્રાઇએ કર્યો છે. ટ્રાઇએ ધ સ્ટાડર્ડ્સ ઓફ ક્વોલિટી ઓફ સર્વિસ ઓફ બેસિક ટેલિફોન સર્વિસ (વાયરલાઇન) (The Standards of Quality of Service of Basic Telephone Service (Wireline) અને સેલુલર મોબાઇલ ટેલીફોન સર્વિસ (સેવંથ એમેંડમેંટ) રેગુલેશન 2019 (Cellular Mobile Telephone Service (Seventh Amendment) Regulations, 2019) જાહેર કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાઇએ બેસિક ટેલીફોન સર્વિસ અને મોબાઇલ ટેલીફોન સર્વિસ માટે સર્વિસ ગુણવત્તા નિયમોમાં સુધારો કરતાં કહ્યું કે જો કોઇ ઇનકમિંગ કોલને કાપવામાં ન આવે અથવા ઉપાડવામાં ન આવે, તો મોબાઇલ પર રીંગ વધુમાં વધુ 30 સેકન્ડ અને બેસિક ટેલીફોન (લેન્ડલાઇન) પર 60 સેકન્ડ વાગશે.

પૂંછ સેક્ટરમાં અચાનક ગોળીબારી કરવા લાગ્યું પાકિસ્તાન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ


ખર્ચ ઘટાડવા માટે ઘટાડ્યો સમય
જોકે ટેલિકોમ કંપનીઓ (Telecom Companies) એ પહેલાં જ પોતાના ખર્ચ ઘટાડવા માટે ઇનકમિંગ કોલ (Incoming Call)નો રીંગ ટાઇમ ઘટાડી દીધો હતો. આમ બીજા નેટવર્ક પર કોલ કરતાં થાય છે. જો તમે Airtel ના કસ્ટમર છો અને Vodafone અથવા બીજા કોઇ નેટવર્ક પર કોલ અક્રશો તો રીંગ 30 સેકન્ડ વાગશે. 


વોડાફોને સમય ઘટાડી 25 સેકન્ડ કર્યો સમય
તમને જણાવી દઇએ કે એરટેલ (Airtel) અને વોડાફોન આઇડિયા (Vodafone Idea)એ પોતાના નેટવર્કથી બહાર જનાર કોલ પર રીંગ ટોનનો સમય ઘટાડીને 25 સેકન્ડ કરી દીધો હતો, જે સામાન્ય રીતે 40 થી 45 સેકન્ડ હતો. તેની પાછળનો હેતુ કોલ જોડાયેલા સમય અનુસાર તેના પર ઇન્ટરકનેક્ટ ઉપયોગ શુલ્ક (IUC) ની લાગત ઘટાડવાનો છે. ટ્રાઇએ IUC કેસમાં જોરદાર સ્પર્ધામાં ટેલીકોમ કંપનીઓ પાસે સમાધા પર પહોંચવા માટે કહ્યું હતું. તેમની સાથે વાતચીત બાદ ટ્રાઇએ નિર્દેશ જાહેર કર્યો છે.   

રાશિફળ 02 નવેમ્બર: આજે આ 5 રાશિવાળાઓને મળી શકે છે નોકરીમાં પ્રમોશન


શું છે IUC
IUC કોઇ એક નેટવર્કને બીજા નેટવર્ક પર આપવામાં આવતી સેવાઓ પર આપવામાં આવે છે. તેમાં જે નેટવર્ક પરથી કોલ કરવામાં આવે છે તે કોલ પહોંચનાર નેટવર્કને ચાર્જ ચૂકવવો પડે છે. અત્યારે તેનો દર 6 પૈસા પ્રતિ મિનિટ છે. એરટેલે ટ્રાઇને તેના વિશે જણાવ્યું હતું. વોડાફોન આઇડિયાએ પણ સિલેક્ટેડ પરિક્ષેત્રોમાં ફોનની રીંગ વાગવાના સમયને ઘટાડવાનો નિર્ણય કર્યો છે.