Indane ગ્રાહકો માટે બદલી ગયો ગેસ બુકિંગ નંબર, જાણો નવો નંબર
જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો તો તમારા માટે આ સમાચાર ખુબ જરૂરી છે. કંપનીએ ગેસ બુકિંગના નંબરમાં ફેરફાર કર્યો છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો અને તેમને નવો નંબર ખબર નથી તો તમને મુશ્કેલી પડી શકે છે. આ સિવાય 1 નવેમ્બરથી ગેસની હોમ ડિલિવરીને લઈને પણ નવી વ્યવસ્થા લાગૂ થવાની છે.
નવી દિલ્હીઃ ઇન્ડેન ગેસના ગેસ બુકિંગ માટે નંબરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેવામાં જો તમે ઇન્ડેન યૂઝર્સ છો અને નવા નંબરની જાણકારી નથી તો તમને મુશ્કેલી પડી શકે છે. કંપનીએ તેની જાણકારી બધા યૂઝરોને તેના રજીસ્ટર મોબાઇલ નંબર પર મેસેજ દ્વારા આપી દીધી છે. કંપની તરફથી મેસેજ જારી કરીને કહેવામાં આવ્યું છે કે ઇન્ડેન બુકિંગ નબર બદલી ગયો છે હવે 7718955555 પર કોલ કરી ગેસ બુક કરો. પહેલા બુક કરવા માટે નંબર હતો 9911554411.
જો તમે વોટ્સએપથી બુકિંગ કરવા ઈચ્છો છો તો વધુ સરળ છે. તેનો વોટ્સએપ નંબર છે 7588888824. વોટ્સએપ પર ટાઇપ કરવાનું છે REFILL અને આ નંબર પર મેસેજ મોકલી દેવાનો છે. તે માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી મેસેજ જવો જરૂરી છે. જો તમે રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી વોટ્સએપ મેસેજ નહીં મોકલો તો આ સુવિધાનો લાભ મળશે નહીં.
દિવાળી ટાંણે ભડકે બળ્યાં સિંગતેલના ભાવ, પાંચ વર્ષ બાદ જોવા મળ્યો તોતિંગ વધારો
1 નવેમ્બરથી ઓટીપી સુવિધા
તો 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની ડેલિવિરીના નિયમોમાં ફેરફાર થવાનો છે. હવે ગેસ સિલિન્ડર મગાવવા માટે ઓટીપીની જરૂર પડશે. તેલ કંપનીઓ ગેસની ચોરી રોકવા અને યોગ્ય ગ્રાહકની ઓળખ કરવા માટે નવી વ્યવસ્થા લાગૂ કરી રહી છે. તેને Delivery Authentication Code (DAC) નામ આપવામાં આવ્યું છે. વર્તમાનમાં સરકાર એક વર્ષમાં 12 LPG સિલિન્ડર પર સબ્સિડી આપે છે.
મોબાઇલ નંબર ખોટો હશે તો મળશે અપડેટ
Delivery Authentication Code (DAC)ને સૌથી પહેલા 100 સ્માર્ટ શહેરોમાં લાગૂ કરવામાં આવશે. તે માટે પહેલાથી રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સિસ્ટમ હેઠળ સિલિન્ડરની બુકિંગ બાદ ગ્રાહકોને રજીસ્ટર મોબાઇલ નંબર પર એક કોડ મોકલવામાં આવશે. ડિલિવરી પર્સનને કોડ દેખાડ્યા બાદ સિલિન્ડરની ડિલિવરી થશે. જો ગ્રાહકનો મોબાઇલ નંબર અપડેટ નથી તો ડિલિવરી પર્સન એક એપ દ્વારા તેને રિયલ ટાઇમમાં અપડેટ કરશે અને કોડ જનરેટ કરશે. આ વ્યવસ્થા લાગૂ થવાથી તે લોકોને મુશ્કેલી થશે જેનો નંબર કે સરનામું ખોટુ છે. ખોટી જાણકારીને લીધે તેના ગેસ સિલિન્ડરની ડિલિવરી બંધ થઈ શકે છે. 100 સ્માર્ટ શહેરો બાદ તેને બીજા શહેરમાં લાગૂ કરવામાં આવશે. આ સિસ્ટમ કોમર્શિયલ સિલિન્ડરો પર લાગૂ થશે નહીં.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube