ચોરી છૂપી પરીક્ષામાં કાપલીઓ કરનાર ગુજરાતના વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ કરાયો
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની પરીક્ષામાં ગેરરીતિ આચરતા 164 વિદ્યાર્થીઓ ઝડપાયા છે. જેમાં વિદ્યાર્થી દીઠ 2500થી 10 હજાર સુધીનો દંડ કરાયો છે. ચોરી કરતા પકડાયા તે વિષયની પરીક્ષા પણ રદ્દ કરાઈ હોવાની માહિતી છે. એટલું જ નહીં દંડની રકમ પણ પાંચ ઘણી કરી દેવાઈ છે.
Trending Photos
- યુનિ.ની પરીક્ષામાં ગેરરીતિ આચરતા 164 વિદ્યાર્થીઓ ઝડપાયા
- વિદ્યાર્થી દીઠ 2500થી 10 હજાર સુધીનો દંડ કરાયો
- ચોરી કરતા પકડાયા તે વિષયની પરીક્ષા પણ રદ્દ કરાય
- દંડની રકમ પાંચ ઘણી કરી દેવાઈ
- યુનિ.સંલગ્ન કોલેજોમાં પરીક્ષા યોજાય હતી
- હિયરીગ મીટીંગમાં સજા ફટકારવામાં આવી
ઝી બ્યુરો/સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાયેલી પરીક્ષાઓમાં ગેરરીતી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું આજે MPEC સમક્ષ હીયરિંગ યોજાયું હતું. જેમાં 164 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને 2500થી માંડીને 10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે જે વિષયમાં ચોરી કરતા પકડાયા હોય તે વિષયનું પરિણામ પણ રદ્દ કરવામાં આવ્યું છે.
જુલાઈમાં કોમન એક્ટ સ્ટચ્યુટ જાહેર કરાયા હતા. જેમાં પરીક્ષામાં ગેરરીતિ ડામવા માટે દંડની રકમને પાંચ ગણી વધારી દેવાઈ હતી અને આ માટે MPECની રચના કરવામાં આવી હતી. નર્મદ યુનિવર્સિટી દ્વારા બે મહિના અગાઉ MPECની રચના કરી નવા દંડની જોગવાઈ ચાલુ વર્ષથી જ લાગુ કરી દીધી હતી. હાલ નવેમ્બર અને ઓક્ટોબર મહિનામાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં ગેરરીતી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પૈકી 164 વિદ્યાર્થીઓને બુધવારે યોજાયેલી હિયરિંગમાં સજા ફટકારવામાં આવી છે.
યુનિવર્સિટીની પરીક્ષામાં એક વિદ્યાર્થીની બોલપેન ચાલુ પરીક્ષા દરમિયાન બંધ પડી જતા તેણે અન્ય વિદ્યાર્થી પાસે માંગી હતી. જે વાત ધ્યાને આવતા આ વિદ્યાર્થી સામે કોપી કેસ કરાયો હતો. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સ્ટેશનરી આઈટમ જેવી કે રબર તેમજ કેલ્કયુલેટર પર સાહિત્ય લખીને આવ્યા હતા. આવા તમામ વિદ્યાર્થીઓનું બુધવારે હિયરિંગ યોજાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે