Indian economy: વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી ભારતીય અર્થવ્યવસ્થાએ અમેરિકા-ચીનને પાછળ છોડી દીધા
Indian economy: દેશની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2021-2022ના ચોથા ક્વાર્ટરમાં 4.1 ટકાના દરે વધી છે. તો નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 8.7 ટકા રહ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના કાળ બાદ ભારતીય અર્થવ્યવસ્થાએ ઝડપની ગતિ પકડી લીધી છે. હવે ભારતની ઇકોનોમી દુનિયામાં સૌથી ઝડપી આગળ વધી રહી છે અને વાર્ષિક દર 8.7 ટકા સુધી પહોંચી ગયો છે. ભારતીય અર્થવ્યવસ્થાએ ચીન, અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોને પણ પાછળ છોડી દીધા છે. વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર મામલામાં ભારતે અનેક દેશોને પછાડી દીધા છે. આ દરમિયાન ચીનની અર્થવ્યવસ્થા 8.1 ટકાના દરે આગળ વધી જ્યારે બ્રિટને 7.4 ટકાના દરે વૃદ્ધિ મેળવી છે. અમેરિકા (5.7%) આ મામલામાં ફ્રાન્સ (7%) ટકાથી પણ પાછળ રહ્યું છે.
NSO એ જાહેર કર્યાં આંકડા
દેશની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2021-2022ના ચોથા ક્વાર્ટરમાં 4.1 ટકાના દરે વધી છે. તો નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 8.7 ટકા રહ્યો છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી તરફથી જારી આંકડા પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 5.4 ટકા રહ્યો હતો, જ્યારે જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 2.5 ટકા રહ્યો હતો.
Changes From 1 June: 1 જૂનથી બદલાઈ જશે 5 મોટા નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, જાણો
ઉત્પાદન ક્ષેત્રમાં જીવીએ વૃદ્ધિ 9.9 ટકા રહી જ્યારે એક વર્ષ પહેલા તેમાં 0.06 ટકાનો ઘટાડો થયો હતો. તો ખનન તથા નિર્માણ બંને ક્ષેત્રમાં જીવીએ 11.5 ટકાના દરે વધ્યો છે. આ બંને ક્ષેત્રમાં એક વર્ષ પહેલાં ઘટાડો થયો હતો. પરંતુ દેશની મોટી વસ્તી સાથે જોડાયેલ કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર 2021-2022માં ઘટીને 3 ટકા રહી ગયો છે, જે એક વર્ષ પહેલાં 3.3 ટકા પર હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube